હાલમાં ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. જેમાં રાજ્યમાં સરકારી નોકરી અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા જે આકડા જાહેર કરવામાં આવ્યા છે તે ખુબ જ ચોકાવનારા છે. રાજ્યમાં IPS અધિકારીઓની મોટી ઘટ સામે આવી છે. સરકારના જણાવ્યા અનુસાર 208 મંજુર જગ્યાઓ સામે 158 જગ્યાઓ ભરાયેલી છે. મંજુર મહેકમ સામે 50 IPS અધિકારીઓની ઘટ છે. જયારે રાજ્ય સરકારના 20 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટશન પર છે.
Political / મેટ્રોમેન શ્રીધરનને મુખ્ય ચહેરો બતાવવાની ઉતાવળ કેમ ?
જયારે રાજ્યમાં પોલીસ દળ માં છેલ્લા બે વર્ષ માં સીધી ભરતીથી 11000 થી વધુ કર્મચારીઓ અધિકારીઓની સીધી ભરતી કરવામાં આવી છે. બિન હથિયાર નાયબ પોલીસ અધિક્ષક માં માત્ર 4ની ભરતી, બિન હથિયાર પોલીસ ઇન્સ્પેકટર માં 122ની ભરતી, બિન હથિયાર પોલીસ કોન્સ્ટેબલ માં 3980 ની ભરતી અને હથિયારી પોલીસ કોન્સ્ટબલે માં 7546 ની ભરતી કરવામાં આવી છે.
જયારે રાજ્યમાં 71 આઈએએસ અધિકારીઓની જગ્યા હાલમાં ખાલી છે. રાજ્યમાં 313 આઈએએસ અધિકારીઓની કુલ જગ્યાઓ મંજૂર થયેલી છે તેમાંથી 71 જગ્યા ખાલી પડી છે. 23 આઇએસ અધિકારીઓ દિલ્હીમાં કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા છે.
