રાજકોટ,
રાજકોટમાં પ્રેમી પંખીડાઓ પર પોલિસે દંડો પછાડ્યો છે.રાજકોટમાં પોલિસે કેટલીક રેસ્ટોરન્ટ પર રેડ પાડી હતી.આ રેસ્ટોરન્ટમાં ગેરકાયેદસર રીતે કેબિનો બનાવવામાં આવી હતી જેમાં પ્રેમી પંખીડાઓ બેસતા હતા.પોલિસે એ સિવાય ગાર્ડનમાં પણ રેડ પાડી હતી જ્યાં કેટલાંક યુવક યુવતીઓને ડીટેન કર્યા હતા.
પોલિસે શહેરની રેસકોર્સ ગાર્ડન, રેસકોર્સ લવ ગાર્ડન અને રેસકોર્સ સ્વીમીંગ પુલ બગીચામાંમ સર્ચ કર્યું હતું.એ સિવાય કાલાવાડ રોડ પર આવેલી ફ્રેન્ડ્સ ફુડ પાર્લર પર પણ સર્ચ કર્યું હતું.
પોલિસે ગાર્ડનમાં સર્ચ કરતાં અહીં બેઠેલા યુવક યુવતીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
પોલીસે રેડ કરતા ગાર્ડનમાં બેસેલા મોટાભાગના કપલ કોલેજીયન સ્ટુડન્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે.પોલિસે 50 જેટલાં યુવક યુવતીઓને પકડ્યા હતા.
જો કે પોલિસે યુવક યુવતીઓ પર કેસ કરવાને બદલે તેમને વોર્નિંગ આપીને જવા દીધા હતા.
આપને જણાવીએ કે પોલીસે યુવકોને કાયદાનું ભાન કરાવવા માટે યુવકો પાસે ઉઠક બેઠક કરાવી હતી. પોલિસે યુવક યુવતીઓને એવી ચેતવણી આપી હતી કે હવેથી આવી રીતે પકડશે તો તેમના માતા-પિતાને બોલવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
