Ahmedabad News/ અમદાવાદના માંડલ વરમોર નજીક અકસ્માતમાં દંપતીનું મોત

અમદાવાદમાં માંડલ નજીક થયેલ અકસ્માતમાં દંપતીનું મોત નિપજયું.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદમાં માંડલ નજીક થયેલ અકસ્માતમાં દંપતીનું મોત નિપજયું. માંડલ પાસેના એંછવાડા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજયું. અકસ્માતને પગેલ પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ માંડલ નજીક એંછવાડા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં કાર પર સવાર દંપતીને ગંભીર ઇજા પંહોચી. વરમોરનું દંપતી જખવાડા ગામે બેસણામાં ગયું હતું અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે જ અકસ્માતનો ભોગ બન્યા. પૂરપાટ વેગે આવતી કાર સાથે બાઈકની ટક્કર થતા વરમોર દંપતી નીચે પટકાયા.

કાર અને બાઈક વચ્ચે ભયાનક અક્સમાત થતા ત્યાં લોકો ભેગા થઈ ગયા. ટોળાંમાંના એક વ્યક્તિએ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી. જો કે ગંભીર અકસ્માતને પગલે ઘટનાસ્થળે જ પતિનું મોત નિપજયું જ્યારે પત્નીની હાલત વધુ ખરાબ હોવાથી સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અને વરમોર દંપતીમાં પતિના મોત બાદ સારવાર દરમ્યાન જ પત્નીનું પણ મોત નિપજયું. માંડલ પોલીસ અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર પંહોચી ગયા સ્થિતિનું નિરીક્ષણ કર્યું. અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઠંડીમાં સ્માર્ટફોન વાપરવાની નિન્જા ટેક્નિક, હવે હાથ ઠરી નહીં જાય

આ પણ વાંચો: પહાડો પછી હવે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી ,આજે ઘણા રાજ્યોમાં કોલ્ડ વેવ એલર્ટ

આ પણ વાંચો: ગુજરાતમાં તીવ્ર ઠંડી,15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે