Not Set/ ભરુચ/ મકાનની દિવાલ ધરાશાયી થતા યુવાનનું મોત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા વડતલાવ વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા એક યુવાનનું મોત નિપજ્યું હતું.  મકાન કાચુ હોવાથી દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસર તાલુકાના કહાનવા વડતલાવ વિસ્તારના રહીશ ખુમાનસંગ શનાભાઇ સોલંકીનું કાચુ મકાન […]

Gujarat Others

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા વડતલાવ વિસ્તારમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતા એક યુવાનનું મોત નિપજ્યું હતું.  મકાન કાચુ હોવાથી દિવાલ ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જંબુસર તાલુકાના કહાનવા વડતલાવ વિસ્તારના રહીશ ખુમાનસંગ શનાભાઇ સોલંકીનું કાચુ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંજૂર થયેલું હતું જેના નાળ અને લાકડા ની વળીયો ઉતારી દીધા હતા ગતરોજ રાત્રિના સમયે આ જ વિસ્તારમાં રહેતા એક પચ્ચીસ વર્ષીય યુવાન મનહરભાઇ રણછોડભાઇ સોલંકી પગદંડી વાળા રસ્તા ઉપરથી પસાર થતા હતા તે સમયે અચાનક કાચા મકાનની દિવાલ ધરાશયી થતાં તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા  અને તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ વેડચ પોલીસને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી મરણ જનાર મનહરભાઇ રણછોડભાઇ સોલંકીનું પીએમ માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.