અત્યાર સુધી તમે સાંભળ્યું અને વાંચ્યું હશે અને ચુસ્ત પણે માનતા પણ હશો કે ગાય શાકાહારી પ્રાણી છે. આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે શુધ્ધ શાકાહારી પ્રાણી તરીકે પૂજનીય ગાયને હવે માંસાહાર ખોરાક ગમવા લાગ્યો છે. છે ને નવાઈ ઉપજાવતી વાત. જી હા… આ તદ્દન સાચું છે. ગાયને હવે માંસાહારી ખોરાક ગમવા માંડ્યો છે અને તે માછલી અને ચિકન પણ ખાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, ગોવામાં રોડ પર ફરતી – રખડતી 76 ગાયોનાં ખોરાકની બાબતમાં કરવામાં આવેલા અભ્યાસ પરથી આ આઘાતજનક ખુલાસો સામે આવ્યો છે. મનુષ્યની જેમ ગાયો તેમના ખોરાકની ઉપલબ્ધતા અનુસાર ખાવાની ટેવમાં બદલાવ લાવે છે. આ પ્રકારની અનુકૂલનક્ષમતા હંમેશાં મનુષ્ય માટે તેમના જીવનને બચાવવા અને વિકસાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે.

જે ગાયોનાં ખોરાકમાં પરિવર્તન આવ્યું છે તે તમામ રખડતાં પ્રાણીઓ હતા અને તેઓ ગોવાનાં લોકપ્રિય પર્યટન સ્થળ કાલનગટથી પુનર્વાસન માટે લાવવામાં આવ્યા હતા. ગોવાના મંત્રી માઇકલ લોબોએ જણાવ્યું હતું કે, માંસાહારી ભોજનની સરળ ઉપલબ્ધતાને કારણે, મોટાભાગની રેસ્ટોરન્ટ, ચિકન સ્ક્રેપ્સ, વાસી તળેલી માછલી અને અન્ય પ્રાણીઓનું માંસ સરળતાથી મળી આવે છે, જેના કારણે આ રખડતી ગાયોને માંસાહાર ખાવાની નવી ટેવ વિકસિત થઈ છે.

એટલું જ નહીં, જ્યારે આ રખડતી ગાયોને ગોવામાં માન્ય ગૌશાળામાં રાખવામાં આવી હતી, ત્યારે તેઓએ અન્ય ગાયોને આપવામાં આવેલ સામાન્ય પશુ આહાર ઘાસ ચારો ખાવાનો જાણે ઇનકાર જ કર્યો હતો. પાછળથી, ગૌશાળાનાં સંચાલકોએ શોધી કાઢ્યું કે આ ગાય માંસહાર પ્રેમી છે.

ફરી એકવાર ગોવા સરકારે ગાયને શાકાહારી બનાવવા માટે નિષ્ણાંતોની મદદ લીધી. ગાય શું ખાઇ રહી છે તે શોધવા માટે, તેઓએ રાત્રે તેનું ચોંકી કરવાનુ નક્કી કર્યું. આ દરમિયાન લોકોએ વાછરડાને જીવંત ચિકન ખાતા પણ પકડી પાડ્યો હતો. આવી સ્થિતિમાં સરકાર હવે આ ગાયોની સારવાર કરાવશે.

ગાયોનાં શરીરમાં મહત્વપૂર્ણ ખનિજોનો અભાવ પશુઓનાં ખાવાની વર્તણૂકમાં આ પરિવર્તન લાવી રહ્યું છે. ગાય બદલાયેલા ખોરાકનાં વાતાવરણને અનુસરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગાય સંપૂર્ણ શાકાહારી નથી, કારણ કે જ્યારે તે ઘાસ ખાય છે, ત્યારે તે ઘાસની સાથે જંતુઓ પણ ખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
