Tapi News/ તાપીમાં રાજ્યાપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું ; પરેડ નકશો, મ્યુઝિકલ બેન્ડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ

પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા

Top Stories Gujarat Breaking News

Tapi News : 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી “સ્વર્ણિમ ભારત: વિરાસત ઔર વિકાસ”ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં થશે. ગુજરાતમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના આંગણે થઈ રહી છે. એને લઇને સમગ્ર વ્યારાનગર દેશભક્તિના રંગે રંગાયું છે. જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

તાપીમાં બાજીપુરા સુમુલ ડેરીના ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન સમારોહ યોજાશે. પોલીસ વિભાગ દ્વારા પરેડ નકશો મ્યુઝિકલ બેન્ડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ રાજ્યપાલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 240 કરોડનાં 61 કામનાં ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતાં લોકનૃત્યો, જેવા કે ગુજરાતના ભાતિગળ ગરબા, હાલાર પ્રદેશનો રાસ, ડુંગરાળ પ્રદેશના વનબંધુઓનું ટીમ્બલી નૃત્ય. સોરઠ ધરાની ટિપ્પણી નૃત્ય રજૂ કરાયા. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસનાં મહિલા/પુરુષ મળી કુલ-225 કર્મચારીએ ભાગ લીધો.

નૃત્યોનું સંગીત, ડ્રેસ કોડ અને વિવિધ ફોર્મેશન દરેકમાં જોશ જગાડે છે.બ્રાસ બેન્ડ ડિસ્પ્લેની ટીમ દ્વારા વિવિધ ફોર્મેશન સાથે ડિસ્પ્લે કાર્યક્રમ રજૂ કરાયો. આ ટીમે તાજેતરમાં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પ્યુટેશનમાં નાગાલેન્ડ ખાતે ભાગ લઇ ગુજરાત પોલીસનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પદ્મ પુરસ્કાર 2025 : એવોર્ડ મેળવનારાઓમાં તુષાર શુક્લા, પંકજ પટેલ, પંકજ ઉધાસ, ચંદ્રકાંત સોમપુરા

આ પણ વાંચો: જાણો ગુજરાતમાં કોણે પદ્મ પુરસ્કાર એવોર્ડં મળ્યા..

આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર