New Delhi : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. તેમણે દેશને અભિનંદન આપીને પોતાના ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે આપણું બંધારણ એક જીવંત દસ્તાવેજ છે, જે આપણી સામાજિક ઓળખનો મૂળભૂત પાયો છે. કોઈ પણ રાષ્ટ્રના ઇતિહાસમાં, 75 વર્ષ આંખના પલકારાની જેમ હોય છે. ભારત વિશે પણ એવું કહી શકાય નહીં. આ સમયગાળામાં ભારતની ચેતના જાગૃત થઈ. આ ઐતિહાસિક પ્રસંગે આપ સૌને સંબોધતા મને ખૂબ આનંદ થાય છે.
સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની એવોર્ડ ગુજરાતના 2 વ્યક્તિઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. પરમાર લવજીભાઈ નાગજીભાઈને “ટાંગલીયાનો તારણ-હાર’ તરીકે અને સુરેશ સોનીને “સાબરકાંઠાનો સહોજક” તરીકે દેશનું સર્વોચ્ચ પુરસ્કાર સન્માન પ્રાપ્ત થયું છે.

દ્રૌપદી મુર્મુ દેશના 15મા રાષ્ટ્રપતિ છે. આ સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનારા તેઓ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. 64 વર્ષીય મુર્મુએ 2022માં દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો.દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. સાબરકાંઠાના સુરેશ સોનીને પદ્મ શ્રી એવોર્ડ અનાયત કરવામાં આવ્યો છે. તેમણે પોતાનું જીવન કુષ્ઠરોગીઓની સેવામાં સમર્પિત કર્યું છે

પદ્મ પુરસ્કારો કલા, સમાજ સેવા, જાહેર કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના સંદર્ભમાં આપવામાં આવે છે. આ પુરસ્કારો ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલા છે. પદ્મ વિભૂષણ અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે, પદ્મ ભૂષણ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અને પદ્મશ્રી વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે.
આ પણ વાંચો: પદ્મશ્રી દયાળમુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ
આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર
આ પણ વાંચો: પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત
