મુંબઈ,
સારી અને ઉંચા પગારવાળી નોકરીની શોધ માટે ગલ્ફના દેશોની રાહ પકડનારા ભારતીય લોકોની સંખ્યાને લઈ એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૭ની તુલનામાં ૩૦ નવેમ્બર, ૨૦૧૮ સુધીના ૧૧ મહિનાઓમાં ખાડીના દેશોમાં જવા માટેના ઈમિગ્રેશન ક્લિયરન્સમાં ૨૧ ટકાનો ઘટાડો થયો છે અને આ આંકડો ૨.૯૫ લાખ રહ્યો છે.

બીજી બાજુ છેલ્લા ૫ વર્ષમાં સૌથી વધુ ૭.૭૫ લાખ લોકો ૨૦૧૪માં ગલ્ફના દેશોમાં ગયા હતા, જેની તુલનામાં ૨૦૧૮માં આ આંકડો ૬૨ ટકાનો ઘટાડો થયો છે.
આ આંકડા “ઈ માઈગ્રેટ ઈમિગ્રેશન ક્લિયરન્સ ડેટા” પાસેથી લેવામાં આવ્યા ચેમ જે ECR પાસપોર્ટ રાખનારા કામદારોમળનારા ઈમિગ્રેશન ક્લિયરન્સને રજૂ કરાવે છે.

વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ ઘટાડો UAEમાં નોધાયો છે. આ વર્ષે માત્ર ૧.૦૩ લાખ એટલે કે માત્ર ૩૫ % કામદારો યુનાઇટેડ એમિરેટ્સ આરબ ગયા છે. ત્યારબાદ સાઉદી અરબમાં ૬૫ હજાર લોકો જયારે કુવૈતમાં ૫૨ હજાર લોકો ગયા છે.
