દુર્ઘટના/ વડોદરામાં છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત : 10 લોકોના છકડા નીચે દબાઈ જવાથી મોત

છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોન મોત નિપજ્યાં છે. તો અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીક ની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Vadodara
  • વડોદરા: દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માત
  • છકડો અને કન્ટેનર વચ્ચે થયો અકસ્માત
  • 10 લોકોના છકડા નીચે દબાઈ જવાથી મોત
  • ચારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનો કામે લાગ્યા
  • છકડાના પતરા કાપીને મૃતકને બહાર કાઢ્યા
  • ઘટનામાં ચાર મહિલા અને બે બાળકોના મોત

નવરાત્રિનો છેલ્લો દિવસ વડોદરા માટે ગોઝારો સાબિત થયો છે. ગમખ્વાર અકસ્માતના છ લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યાં છે.  વડોદરાના દરજીપુરા એરફોર્સ પાસે અકસ્માતની ઘટના બની છે. છકડો અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 10 લોકોન મોત નિપજ્યાં છે. તો અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીક ની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનો કામે બચાવ કાર્યમાં લાગ્યા છે. છકડાના પતરા કાપીને મૃતકને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં ચાર મહિલા અને બે બાળકોના મોત થયા છે.

 

સળગતા સવાલ : 

છ લોકોને કાળ ભરખી ગયો,જવાબદાર કોણ…?
સમગ્ર ઘટના માટે જવાબદાર કોણ…?
પોલીસ દ્વારા કયારે કરાશે સઘન તપાસ…?
કયારે આરોપીને થશે કડક સજા…?
આવી ઘટના બનતી અટકાવવા શું પગલા લઇ શકાય…?