જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠને પાકિસ્તાનના બાલાકોટ ખાતેના આતંકી શિબિરનો વિસ્તાર કર્યો છે અને તેના પરિસરની અંદર ઓછામાં ઓછી બે નવી ઇમારતો બનાવી છે. ગુપ્તચર એજન્સીઓના સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.
ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 40 અર્ધસૈનિક જવાન શહીદ થયા હતા. આ આતંકવાદી ઘટના બાદ ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનની અંદર ઘૂસીને બાલાકોટમાં જૈશ આતંકવાદી છાવણીઓને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી.
જનરલ બિપિન રાવતે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે જૈશ ફરીથી બાલાકોટમાં તેની આતંકવાદી છાવણીઓ સક્રિય કરી છે. ગુપ્તચર અધિકારીઓએ કહ્યું – “તકનીકી અને માનવ ગુપ્તચર તરફથી એવા સંકેત મળી રહ્યા છે કે બાલાકોટમાં પ્રવૃત્તિઓ વધી રહી છે. સંકુલની અંદર બે નવી ઇમારતો બનાવવામાં આવી છે. ”
પુલવામા હુમલા બાદ પાકિસ્તાન દ્વારા ભારતને સોંપાયેલ ડોઝિયર અનુસાર, આ તાલીમ શિબિર છ એકરમાં ફેલાયેલી છે અને તેમાં 600 આતંકીઓનો સમાવેશ થઈ શકે છે. ભારતીય વાયુસેના દ્વારા વહેલી સવારનાં સમયે કલાકોમાં બાલાકોટ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.
એક અન્ય ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે, “ગયા વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી ત્યારથી જમ્મુ કાશ્મીરમાં નવા આતંકીઓની ભરતી માટે પાકિસ્તાન સતત પ્રયાસ કરી રહ્યું છે. ખીણમાં ભારે હિમવર્ષા થવા છતાં તેના પ્રયાસો અટક્યા નહીં. તેઓ નિયંત્રણ રેખાથી આંતરરાષ્ટ્રીય સરહદ તરફ સ્થળાંતરિત થયા. “
30 જાન્યુઆરીએ, ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ જમ્મુની આંતરરાષ્ટ્રીય સરહદને પાર કરી ગયા હતા, પરંતુ નાગરોટા નજીક સુરક્ષા દળોએ કરેલા ફાયરિંગમાં માર્યા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
