Not Set/ ધાર્મિક દૃષ્ટિએ દરરોજ મંત્રોનું જાપ તન, મન અને સ્થાનની પવિત્રતાની સાથે રોગ દૂર કરે છે

ધાર્મિક દૃષ્ટિએ દરરોજ આ મંત્રોનું યથાસંભવ 108 વાર જાપ તન, મન અને સ્થાનની પવિત્રતાની સાથે કરવાથી સંક્રામક રોગ સહિત બધાં ગંભીર રોગો પણ દૂર થાય છે. ઘર-પરિવાર રોગમુક્ત થાય છે. આ મંત્રોના જાપથી પહેલાં દેવીની પૂજા પારંપારિક પૂજા સામગ્રીઓથી જરૂર કરવી. આમાં ગંધ, ફુલ, વસ્ત્ર, ફળ, નૈવેદ્યને સામેલ કરો. આટલું પણ ન કરી શકતા હોવ […]

Uncategorized

ધાર્મિક દૃષ્ટિએ દરરોજ આ મંત્રોનું યથાસંભવ 108 વાર જાપ તન, મન અને સ્થાનની પવિત્રતાની સાથે કરવાથી સંક્રામક રોગ સહિત બધાં ગંભીર રોગો પણ દૂર થાય છે. ઘર-પરિવાર રોગમુક્ત થાય છે. આ મંત્રોના જાપથી પહેલાં દેવીની પૂજા પારંપારિક પૂજા સામગ્રીઓથી જરૂર કરવી. આમાં ગંધ, ફુલ, વસ્ત્ર, ફળ, નૈવેદ્યને સામેલ કરો. આટલું પણ ન કરી શકતા હોવ તો ધૂપ અને દીવો પ્રગટાવી મંત્રોનું ધ્યાન કરી આરતી કરવું પણ અત્યંત શુભ માનવામાં આવે છે. નીચે જાણો કયો મંત્ર કઈ બીમારીમાંથી છુટકારો અપાવે છે.

Image result for મંત્ર જાપ

-માનસિક રોગ, પરેશાનીઓ, ભય, કલેશ અથવા ગુસ્સાવાળા સ્વભાવથી છુટકારો મેળવવા માટે આ દેવી મંત્રનું સ્મરણ કરવું.

“ॐ शों शोकविनाशिनाभ्यां नमः”

Image result for મંત્ર જાપ

-ગળાની કોઈપણ બીમારીમાં આ દેવીમંત્ર બોલવાથી તેનો શુભ પ્રભાવ છુટકારો અપાવે છે.

“ॐ चिं चित्रघण्टाभ्यां नमः”

-આ જ રીતે આ વિશેષ દેવી મંત્ર બોલવાથી આંખોની અનેક બીમારીઓમાં રાહત મળે છે.

“ॐ शां शांखिनीभ्यां नमः”

– આ દેવી મંત્ર કાનના રોગો અને પરેશાનીઓ પર કાબૂ મેળવવામાં કારગર સાબિત થાય છે.

Image result for મંત્ર જાપ

“ॐ द्वां द्वारवासिनीभ्यां नमः
-હૃદય સંબંધી બીમારીઓમાં આ દેવી મંત્રનું જાપ કરવાથી ફાયદો થાય છે.

“ॐ लं ललिताभ्यां नमः”

– માથાનો દુખાવો, માનસિક રીતે અસ્થિર લોકો, તંત્રિકા તંત્ર એટલે કે નર્વસ સિસ્ટમથી જોડાયેલી બીમારીઓમાં રાહત માટે આ દેવી મંત્રનું ધ્યાન ગુપ્ત નવરાત્રિમાં અવશ્ય કરવું.

“ॐ उं उमादेवीभ्यां नमः”
આ મંત્રો સિવાય દુર્ગાસપ્તશતીનો આ દેવી મંત્ર બધી બીમારીઓને દૂર રાખી નિરોગી બનાવવાવાળો માનવામાં આવે છે. રોગનાશક દેવી મંત્ર –

ॐ जयंती मंगला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते।।

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.