Not Set/ ગુજરાતમાં રાહુલ ગાંધી ચૂંટણી બ્યુગલ ફૂંક્યું, નોટબંધી અને રાફેલ મામલે મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર

વલસાડ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે વલસાડ પહોચ્યા હતા. રાહુલે અહિયા જન આક્રોશ રેલીમાં નોટબંધી અને રફેલ મામલે આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું કે ફ્રાંસમાં કહેવાય છે કે ‘ ચોકીદાર ચોર છે’ . રાહુલ અનુસાર, લોકસભા માં મોદી મારી સામે આંખ થી આંખ પણ નહોતા મિલાવી શક્યા. ગુજરાતની જનતાને પણ મોદી આંખ થી આંખ […]

Top Stories Gujarat Others

વલસાડ,

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે વલસાડ પહોચ્યા હતા. રાહુલે અહિયા જન આક્રોશ રેલીમાં નોટબંધી અને રફેલ મામલે આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું કે ફ્રાંસમાં કહેવાય છે કે ‘ ચોકીદાર ચોર છે’ .

રાહુલ અનુસાર, લોકસભા માં મોદી મારી સામે આંખ થી આંખ પણ નહોતા મિલાવી શક્યા. ગુજરાતની જનતાને પણ મોદી આંખ થી આંખ મિલાવી જવાબ નહિ આપી શકે. મોદી ખેડૂતોનું દેવું માફ નથી કરતા. ગુજરાતના લોકોનું પણ દેવું તેમને માફ નથી કર્યું. મોદીએ માત્ર અનિલ અંબાણીનું દેવું માફ કર્યું છે. ખેડૂતો અને આદિવાસીઓ ને ન્યાય નથી મળતો. કોંગ્રેસે ખેડૂતો માટે ઘણું કર્યું પરતું મોદીએ કઈ નથી કર્યું. મોદીએ માત્ર ગુજરાતના નાના વેપારીઓ માટે પણ કઈ નથી કર્યું. નોટબંધી થી સામાન્ય માણસ અને  નાના વેપારી પરેશાન થયા. GST ને રાહુલે ગબ્બર સિંહ ટેક્ષ ગણાવ્યો

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રચાર કર્યો હતો. રાજ્યની ૧૮૨ વિધાનસભા સીટોમાંથી કોંગેસ ૭૭ સીટો જીતી હતી. રાજયમાં સતાધીસ ભાજપે ૯૯ સીટો જીતી હતી. રાજ્યમાં ગઈ લોકસભા ચૂંટણીમાં કોંગેસ ખાતું ખોલાવી શકી નહતી. ભાજપે ૨૬ સીટો જીતી હતી. ૨૦૦૯ લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસે ૧૧ સીટો જીતી હતી