Business News/ અપોલો ગ્રીન એનર્જી લિમિટેડ પર ₹19.23 કરોડના ડિબેન્ચર ચુકવણામાં વિલંબનો આરોપ!

અપોલો ગ્રીન એનર્જી લિમિટેડે (Apollo Green Energy) તેના ડિબેન્ચર ધારકોને અંદાજે ₹19.23 કરોડની રકમ સમયસર ચૂકવી નથી. ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ કંપનીના દેવા પર રેટિંગ ડાઉન્ગ્રેડ કર્યું છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે.

Top Stories Breaking News Business
Apollo Green Energy

Business News:અપોલો ગ્રીન એનર્જી લિમિટેડે (Apollo Green Energy) તાજેતરમાં તેના ડિબેન્ચર ચુકવણાંને લઈને ચર્ચામાં આવી છે. અહેવાલો અનુસાર કંપનીએ તેના ડિબેન્ચર ધારકોને ચૂકવવાના વ્યાજ અને મૂડી મળીને અંદાજે ₹19.23 કરોડની રકમ સમયસર ચૂકવી નથી, જેને કારણે ડિફોલ્ટ જેવી સ્થિતિ ઉભી થઈ છે. આ ડિબેન્ચરોની પરિપક્વતા તારીખો 30 નવેમ્બરથી 12 મે વચ્ચે હતી. અહેવાલ મુજબ કંપનીએ ડિબેન્ચર હોલ્ડર્સને બાકી રકમ ચૂકવવા માટે લગભગ એક વર્ષનો સમય વધારવાની વિનંતી કરી છે.

Apollo Green Energy પર આર્થિક દબાણ

ડિફોલ્ટના સંકેતો વચ્ચે ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ કંપનીના કેટલાક દેવા પર રેટિંગ ડાઉન્ગ્રેડ પણ કર્યું છે, જે કંપની પર નાણાકીય દબાણ હોવાનું દર્શાવે છે. આ મુદ્દે ચર્ચા કરવા માટે ડિબેન્ચર હોલ્ડર્સની બેઠક માટે નોટિસ પણ બહાર પાડવામાં આવી હતી. જોકે, હાલ સુધી કંપની તરફથી કોઈ સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર આવી નથી.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજા કન્વર છે, જે ઓંકાર કન્વરના પુત્ર છે.તેમના ભાઈ નિરાજ કન્વર હાલમાં Apollo Tyresના વાઇસ ચેરમેન છે. મહત્વની બાબત એ છે કે અપોલો ગ્રીન એનર્જી (Apollo Green Energy) લિમિટેડ અને Apollo Tyres અલગ કંપનીઓ છે.

આ પરિસ્થિતિને કારણે રોકાણકારો હવે કંપનીની નાણાકીય સ્થિતિ અને ભવિષ્યમાં ચુકવણી કરવાની ક્ષમતા પર ખાસ નજર રાખી રહ્યા છે, કારણ કે લગભગ ₹19.23 કરોડની ચુકવણીમાં વિલંબ અને ક્રેડિટ રેટિંગમાં ઘટાડો રોકાણકારો માટે ચિંતા ઊભી કરી શકે છે.


આ પણ વાંચો: સોના-ચાંદીમાં ‘ઉલટી ગંગા’! યુદ્ધ વચ્ચે પણ ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ અને સોનું ₹31,000 થી વધુ સસ્તું થયું

આ પણ વાંચો: LPG સિલિન્ડર મોંઘા, ઘરેલુ સિલિન્ડરમાં ₹60, કોમર્શિયલમાં ₹115નો વધારો,આજથી નવા દર લાગુ

આ પણ વાંચો: ઈરાનની ચેતવણી: ભારતમાં પેટ્રોલ-ડીઝલ ₹200 લિટર સુધી? દૂધ-શાકભાજી પણ મોંઘા થઈ શકે