Lifestyle/ પ્રોટીનથી ભરપૂર ચાટ…એ પણ તેલ વિના! બ્રેકફાસ્ટ માટેની ઝટપટ રેસિપી…

Protein Chaat (પ્રોટીનયુક્ત ચાટ) હૅલ્થ માટે અત્યંત ગુણકારી છે. એમાંથી તમને પ્રોટીન ઉપરાંત, વિટામિન B9 અર્થાત્ ફોલેટ, વિટામિન C, વિટામિન E, ફાઇબર, આયર્ન…

Trending Food Health & Fitness Lifestyle
Protein Chaat , છોલે ચાટ, રાજમા ચાટ, સવારના નાસ્તા, હૅલ્થ

Lifestyle: આહાર વિજ્ઞાન અને વડીલોના પરંપરાગત જ્ઞાન અનુસાર એવું કહેવાય છે કે, શિરામણ અર્થાત્ સવારનો નાસ્તો તો હૅલ્ધી જ હોવો જોઇએ. અહિં અમે એક સુંદર વિકલ્પ આપવા જઇ રહ્યા છીએ અને એ છે પ્રોટીનયુક્ત ચાટ (Protein Chaat)…

પ્રોટીનયુક્ત ચાટ (Protein Chaat)ની વિશેષતા

આ કોઇ સાધારણ ચાટ નથી પણ છોલે ચાટ અને રાજમા ચાટ છે! તમે એને એક પણ ટીપા તેલ વિના ઉકાળીને બનાવી શકો છો.આ ચાટ ખાવામાં અત્યંત ટેસ્ટી લાગે છે અને શરીરની પ્રોટીનની ઉણપ (Protein Deficiency)ને પણ તમે સરળતાપૂર્વક પૂર્ણ કરી શકો છો. ડાયેટિંગ કરનારા, જીમ જનારા અને વજન ઘટાડવા પ્રયાસ (Dieting, Gym, Weight Loss Journey) કરતા લોકો માટે આ એક હૅલ્ધી ઓપ્શન છે. ઉત્તમ બાબત તો એ છે કે, તમે એને ગણતરીની મિનિટોમાં જ તૈયાર કરી શકો છે. તો ચાલો જોઇએ, નાસ્તામાં આ બે જાતની પ્રોટીનયુક્ત ચાટ…રાજમા ચાટ તથા છોલે ચાટ બનાવી શકો છો.

દરરોજ એક સમાન નાસ્તો કરીને તમે બોર થઇ ગયા હો અને કોઈ મજેદાર રેસિપીની શોધમાં છો તો તમારા માટે આ નવીન ચાટ રેસિપી (Chaat Recipe)નો નાસ્તો એક ઉત્તમ વિકલ્પ છે. આને તમે માત્ર 15 મિનિટમાં જ તૈયાર કરી શકો છો. ખાવામાં તો આ ઘણો જ સ્વાદિષ્ટ લાગશે પણ બાળકો તો આ ખાઇને રાજીના રેડ થઇ જશે!

સવારના નાસ્તા (Breakfast)માં કંઇક નવું અને ચટપટું ખાવાનું મન થયું હોય તો એક વાર પ્રોટીનયુક્ત ચાટ રેસિપીને અવશ્ય અજમાવી જોજો! આ એક એવો નાસ્તો છે જેને બનાવવાનું અત્યંત સરળ છે. તો ફટાફટ નોંધી લો આની રેસિપી…

પ્રોટીનથી સભર બ્રેકફાસ્ટ રેસિપી

અહિં તમને બે જાતની રેસિપી આપવા જઇ રહ્યાં છીએ, જેમાં એક છે છોલે ચાટ અને બીજી છે રાજમા ચાટ…

Protein Chaat , છોલે ચાટ, રાજમા ચાટ, સવારના નાસ્તા, હૅલ્થ

1. છોલે ચાટ

છોલે ચાટ બનાવવા માટેની સામગ્રી અને વિધિ જોઇશું.

સામગ્રી

1 કપ છોલે ચણા

આવશ્યકતા અનુસાર ઝીણા સમારેલા,

ડુંગળી

લીલા મરચા

ટમેટા

કોથમીર

સ્વાદાનુસાર મીઠું

લીંબુનો રસ

ચાટ મસાલો

બનાવવાની વિધિ

જો તમારી પાસે નાસ્તો બનાવવાનો સમય ન હોય તો તમે ફટાફટ છોલે ચણા ચાટ (Chole Chaat) બનાવી શકો છો. આ માટે આખી રાત છોલે ચણાને પાણીમાં ભીંજાવી રાખો. હવે સવારે કૂકરમાં બાફી લો. છોલેનું પાણી અલગ કરી દો અને એને ઠંડા થવા દો.

આ બાફેલા છોલે ચણામાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા, ટમેટા, કોથમીર અને સ્વાદાનુસાર મીઠું અને લીંબુ ઉમેરીને સર્વ કરો. તમે લીંબુના સ્થાને ચાટ મસાલો અથવા બંને વસ્તુઓ પણ ઉમેરી શકો છો. આ ચાટ ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.

આ ચાટ પ્રોટીનથી ભરપૂર હોવા ઉપરાંત, એની મુખ્ય સામગ્રી છોલે ચણામાંથી પ્રાપ્ત થતા વિટામિન B9 અર્થાત્ ફોલેટ, વિટામિન C, વિટામિન E, તથા ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ (Vitamin B9 (Folate), Vitamin C, Vitamin E, and Fiber, Iron, and Magnesium) થી ભરપૂર હોય છે.

Protein Chaat , છોલે ચાટ, રાજમા ચાટ, સવારના નાસ્તા, હૅલ્થ

2. રાજમા ચાટ

રાજમા ચાટ બનાવવા માટેની સામગ્રી અને વિધિ જોઇશું.

સામગ્રી

1 કપ રાજમા

આવશ્યકતા અનુસાર ઝીણા સમારેલા,

ડુંગળી

લીલા મરચા

ટમેટા

કોથમીર

સ્વાદાનુસાર મીઠું

લીંબુનો રસ

ચાટ મસાલો

વૈકલ્પિક સામગ્રી

ઝીણા સમારેલા સફરજન, કેળા અને દાડમના દાણા

બનાવવાની વિધિ

છોલે ચણાની જેમ જ રાજમા ચાટ (Rajma Chaat) પણ બનાવી શકાય છે. આ માટે આખી રાત રાજમાને ભીંજાવી રાખવા અને પછી કૂકરમાં બાફી લેવા. રાજમાનું પાણી અલગ કરી દો અને એને ઠંડા થવા દો. હવે એમાં પણ ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા, ટમેટા, કોથમીર અને સ્વાદાનુસાર મીઠું અને લીંબુ ઉમેરીને સર્વ કરો. તમે ઇચ્છો તો એમાં કોઇ મનપસંદ ચટણી પણ ઉમેરી શકો છો. એનાથી ચાટનો સ્વાદ ઓર વધી જશે!

Protein Chaat , છોલે ચાટ, રાજમા ચાટ, સવારના નાસ્તા, હૅલ્થ

જો તમને ફ્રુટ્સ પસંદ હોય તો એમાં સફરજન, દાડમ અને કેળા (Apples, Pomegranates and Bananas) મિક્સ કરી શકાય છે. સ્વીટનેસ પસંદ હોય તો એ માટે તમારે મધ ઉમેરવું. તમે સંચળ તથા ચાટ મસાલો પણ ઉમેરી શકો છો. આ રાજમા ચાટ ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.


આ પણ વાંચો: શિરામણમાં આરોગો દેશી ઠેચા પનીર…પ્રોટીનથી ભરપૂર…શિલ્પા શેટ્ટીની પસંદ! ફટાફટ રેસિપી…

આ પણ વાંચો: પ્રોટીનથી ભરપૂર સોયાબીન ની ચટણી…જબરદસ્ત સ્વાદ…રોટલી-રાઇસ સાથે ખાવાની મજા પડી જશે!

આ પણ વાંચો: સવારે નાસ્તામાં બનાવો કેલ્શયમ અને પ્રોટીનથી ભરપૂર હૅલ્ધી મગ દાળ ચીલા…ટેસ્ટી બ્રેકફાસ્ટ રેસિપી..!