અમદાવાદ
અમદાવાદના રતનપોડ કાપડ વિસ્તારમાં માથાભારે શખ્સોએ આતંક ફેલાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. કાપડના વેપારી પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે.
અચાનક કેટલાક તોફાની તત્વો હાથમાં ધોકા, લાકડીઓ લઈને એક વ્યક્તિને પબ્લિક વચ્ચે મારવા લાગે છે. કેટલાક વેપારીઓ પોતાની દુકાનોના શટરો પાડીદે છે, તો કેટલાક લોકો ગભરાટમાં આમતેમ ભાગવા લાગે છે. કાપડના વેપારી પર જીવલેણ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ.
