Not Set/ અમેરિકી ડોલરની સામે રૂપિયામાં થયો ઐતિહાસિક ઘટાડો, ૭૪.૩૬નો થયો એક ડોલર

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે. ગુરુવારે ભારતીય રૂપિયામાં થયેલા ઐતિહાસિક ઘટાડાની સાથે જ એક ડોલરની કિંમત ૭૪.૩૬માં સ્તર સુધી પહોચી છે. આ સાથે જ ડોલર સામે ભારતીય રૂપિયા કિમતની અત્યારસુધીના સૌથી ન્યૂનતમ સ્તર પહોચી છે. રૂપિયો મજબૂત થવાની […]

Trending Business

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ભારતીય રૂપિયામાં થઇ રહેલો ઘટાડો યથાવત જોવા મળી રહ્યો છે.

business-indian-rupee-reached-record-level-dollar-rupees-per-1-dollar-74-36

ગુરુવારે ભારતીય રૂપિયામાં થયેલા ઐતિહાસિક ઘટાડાની સાથે જ એક ડોલરની કિંમત ૭૪.૩૬માં સ્તર સુધી પહોચી છે. આ સાથે જ ડોલર સામે ભારતીય રૂપિયા કિમતની અત્યારસુધીના સૌથી ન્યૂનતમ સ્તર પહોચી છે.

રૂપિયો મજબૂત થવાની આશા નહીવત

નિષ્ણાતોનું માનવું છે કે, હાલમાં જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર કોઈ ફેરફાર નહિ થયા ત્યાં સુધી રૂપિયામાં ઘટાડો થવાની આશા નહીવત જણાઈ રહી છે

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો યથાવત

મંગળવારે પણ રાજધાની દિલ્હીમાં પેટ્રોલમાં ભાવમાં ૧૦ પૈસાનો વધારો ઝીકવામાં આવ્યો છે. આ સાથે જ એક લીટર પેટ્રોલ ૮૨.૩૬ રૂપિયાના ભાવે મળી રહ્યું છે.

જયારે ડીઝલના ભાવમાં પણ ૨૭ પૈસાની વૃદ્ધિ જોવા મળી છે, આ સાથે જ એક લીટર ડીઝલ ૭૪.૬૨ રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પણ પેટ્રોલમાં થયેલા ૯ પૈસાના વધારા સાથે ૮૭.૮૨ રૂપિયા, જયારે ડીઝલના ભાવમાં ૨૯ પૈસાના વધારા સાથે એક લીટર ડીઝલ ૭૮.૨૨ રૂપિયાના ભાવે મળી રહ્યું છે

તુર્કીમાં ચાલી રહેલું સંકટ અને ટ્રેડવોર છે મુખ્ય કારણ

તુર્કીમાં ચાલી રહેલા આર્થિક સંકટના કારણે ઈમરજિંગ ઈકોનોમીને લઈ રોકાણકારો રૂપિયામાં હવે રોકાણ કરવાથી બચી રહ્યા છે, તેની સીધી જ અસર ડોલરની ડિમાંડ વધવાના કારણે રૂપિયો સતત કમજોર થઈ રહ્યો છે.

આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરની પણ નોધપાત્ર અસર રૂપિયા પર જોવા મળી રહી છે.

બીજી બાજુ ભારતીય રૂપિયામાં થઇ રહેલો સતત ઘટાડાની અસર વિદેશથી આવનારી વસ્તુઓ તેમજ શિક્ષણ, દવાઓ, મેડિકલ સુવિધાઓ સહિતની અનેક સેવાઓ પર માઠી અસર પડી શકે છે.