સુખ સવાર જેવું છે, માંગીએ તો ન મળે, જાગીએ તો જ મળે. જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની હોય શકે પણ જે મળ્યું હોય એમાં જ સદાય હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની કહેવાય. આપણાં જીવનમાં એકાદ ખોટા વ્યક્તિ આવી જાય તો તેનો ઉપાય મળે પરંતુ એક ખરી વ્યક્તિનો જો આપણાંથી અનાદર થાય અથવા તે સાચા માણસની ઉપેક્ષા / અવગણના થાય તો તે આપણને આજીવન તૂટેલા કે અપૂર્ણ રાખી શકે છે.કોઈ કોઈ સંબંધના સરનામા નથી હોતા. દરેક સંબંધ પાછળ માત્ર કારણ નહીં, ઋણાનુબંધ પણ હોય છે. ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સંબંધ સુધરે. સમય તથા ભાગ્ય બન્ને પરીવર્તનશીલ છે. સારા સમયમાં અભિમાન અને ખરાબ સમયમાં ચિંતા ન કરવી, બંને જરૂર બદલાશે. સવાર – સાંજમાં એકજ ફર્ક છે, ઉદય અને અસ્તનો ! એક જુસ્સાભેર આગળ વધી પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે અને બીજું, ધીરજ ધરી વિસામો લેવાનું મહત્વ સમજાવે છે. વિચાર સાથે ઉપચાર જેવો આચાર અર્થાત્ આચરણ અતિ મહત્વનું છે જ.
આ પણ વાંચો:પંજાબમાં મુખ્યમંત્રી ચન્નીના ભત્રીજાના ઘર પર EDના દરોડા
મુશ્કેલી વિનાની જિંદગી એટલે નિરસ અસ્તિત્વ તથા સર્વાંગી વિકાસના નામે મીંડુ હોય શકે. જો અત્યારે જિંદગીમાં તકલીફો વેઠી રહ્યા હોઈએ ને પડકારો ઝીલી રહ્યા હોઈએ તો જરા પણ નાસીપાસ થવું નહીં. ધ્યેય નિર્મળ તેમજ નિર્ભેળ રાખવા, મંઝિલોને મહત્ત્વાકાંક્ષાથી પહોંચવાનો પ્રયાસ શરૂ કરવો. પડકારો વિનાની જિંદગી માંગવી નહીં – તકલીફો તો સફળતાનું પ્રતિક છે.
આ પણ વાંચો:દાદાની નિશાની હતી આ 50 વર્ષ જૂની ઝુંપડી, હાઇડ્રો ક્રેનથી કરાવી શિફ્ટ
જીવનમાં ખુશીઓ બહુ મોંઘી છે, સાથે એનો જથ્થો પણ લીમીટેડ છે. ઈકોનોમિક્સમાં આવતું હતું કે “જેનો જથ્થો ઓછો હોય અને જે યુનિક હોય એની ડીમાંડ અને પ્રાઈસ, બેઉ ઉંચા હોય છતાં આપણાં જીવનમાં આપણે એક જ એટીટ્યુડ રાખવાનો કે પ્રાઈસ ઉંચી કેમ ન હોય, જથ્થો ઓછો કેમ ન હોય આપણે તો મસ્તરામ જ બનીને રહેવું. ખુશીઓને પામીને લાઈફને મજ્જો મજ્જો જ રાખીશું.”
દુનિયાનું એકમાત્ર પક્ષી “રેવન” ગરુડ ઉપર બેસીને સવારી કરે છે, ગરુડની પીઠ પર બેસીને તેની ગરદન પર ડંખ માર્યા કરે છે, પરંતુ ગરુડ તેની પરવા કર્યા વગર બહુ ઉપર સુધી ઉડ્યે જ રાખે છે અને આખરે આ રેવન પક્ષી ઓક્સિજનના અભાવને કારણે નીચે પડી જાય છે. દરેક ટીકાકાર કે દલીલ કરવા વાળા કે સ્વઘોષિત ઉપદેશકને જવાબ આપવાની જરૂર નથી, સત્કાર્યના માધ્યમે ઉપર ગગનમાં ઉડવાથી, ટીકાકારો આપોઆપ નીચે આવશે !
ગહન વાત કોઈ અજ્ઞાતે કહી છે કે, એકને મનાવું એટલામાં, અગીયાર રીસાય છે. આ શંભુમેળાને સમજાવવામાં સમય વેડફાય છે. સમર્થ હોવા છતાં ઝૂકવું પડે છે સ્વજનો સામે, સમજદારીને ભોગે કાયમ સમાધાન થાય છે. વિષમતા એ છે કે, વેદના નથી વહેંચી શકાતી ! અંદરો અંદર હિજરાતી લાગણીઓ ઘવાય છે. પ્રેક્ષક બની, મૂંગા મોઢે જોતો રહું છું, સદા તાયફા – જિંદગીના તખ્તા પર કેટલાય નાટક ભજવાય છે. હું જ મારો હરીફ થઈને સોગઠાં ફેંકુ છું મારી સામે, આયખાના ચોપાટમાં રોજ નવા ખેલ મંડાય છે. અધૂરા ઓરતા, મૃત્યુ સમીપ જતી લાગણીઓ, જવાબદારીની જ્વાળામાં બળીને ભસ્મિભૂત થાય છે. જોકર જેવું છે આ જીવન, ન કહેવાય ન સહેવાય. પ્રિયે, હું રડું ને તો લોકોને એમાં પણ હાસ્ય દેખાય છે ! જો કે, આવી કઠીન પરિસ્થિતિમાં ય એક આગિયો ટમટમે છે – આશાનો ! એ માટે જરા વિચિત્ર લાગતી, પરંતુ અજમાવવામાં નુક્શાન ન જાય તેવી પ્રયોગશાળાની મુલાકાત કરવા નીચે મુજબ અખતરા કરી જોવા જોઈએ.
આ પણ વાંચો:સુરતમાં 71 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, સ્કૂલ-કોલેજના વર્ગો કરાવાયા બંધ
ગમે તેવી વિકટ સ્થિતિમાં મૂળભૂત સારો સ્વભાવ જાળવી રાખવો સજ્જનતાની નિશાની છે. શુભેચ્છા, અભિનંદન અને આશિષ વરસાવતા રહેવાથી સદા પ્રફૂલ્લિત રહેવાનો પરમ આનંદ સાધી શકાય. આશીર્વાદ આપવા કે શાપ આપવા એ મનોદશામાં અવિચલિત રહી શાંતિ મેળવવી.
આપણી પ્રતિક્રિયા કદિક આપણને નકારાત્મકતા તરફ દોરી જાય છે, તે વધુ નકારાત્મકતાનું જ પ્રાગટ્ય કરશે. આશીર્વાદ ખૂબ જ શક્તિશાળી સાધન છે જે અનેક સફળતા લાવી શકે છે. કોઈ વ્યક્તિ માટે સકારાત્મક પ્રાર્થના કહેવાની ખૂબ સરળ રીત “આશિષ” છે.
“હું તમને તમારી અંદર રહેલી ભલાઈ માટે આશીર્વાદ આપું છું.” કોઈ પ્રત્યે આવા સકારાત્મક વિચારો તથા સ્પંદનો મોકલો છો ત્યારે તેઓ તે જ રીતે પ્રતિસાદ આપે તેવી શક્યતા વધુ હોય છે.
અનુમોદના, આશીર્વાદનો ઉપયોગ કોઈપણ સમયે કરાય – તમે કોઈના પર ગુસ્સે હો ત્યારે અથવા મતભેદનું સમાધાન કરી શકવા માટે એને મહત્વનું માનવું. જાતને અને પોતાની લાગણીઓને ય આશીર્વાદ આપી શકાય.
બોસ કે સહકાર્યકરના કામને સરળ અને સૌહાર્દપૂર્ણ બનાવવા કે હેરાનગતિ ઘટાડવા, પરિસ્થિતિને સુધારવા સદભાવના, સહકાર ઉપયોગી બને.
બિલર અને લેણદારોને હંમેશા શુભવચન તેમજ સમભાવ આપવાથી અને તેઓની સેવાને બિરદાવવા, સમયસર ચૂકવણું કરવા પુરતું ધન હશે. મુસાફરીની યોજનાઓને પણ શુભાશિષ આપવાથી બઘું સરળતાથી ચાલતુ અનુભવાય.
રાજકારણીઓ જેમની સેવા કરે છે તેમના માટે, શ્રેષ્ઠ નિર્ણયો લેવડાવવા માટે તેમને ડહાપણથી આશીર્વાદ આપવાની જરૂર છે. તેમના વિશે ફરીયાદ કરવા કરતાં તેમને શુભકામના આપવાથી વધુ લોકોને સારી મદદ મળશે.
પરિવાર, મિત્રો અને નોંધપાત્ર લોકો સાથેના સંબંધોને સુદ્રઢ કરવા સ્નેહાશિષ ભૂલ્યા વિના આપવા. એવું લાગે કે તેઓ તમને દુઃખી કરે છે ત્યારે તેમને ક્ષમા જરૂર આપો. કોઈએ “ખોટું” કર્યું છે તેની ચિંતા કરવાનું બંધ કરીને તેમને આશીર્વાદ આપવાનું શરૂ કરવાથી સંબંધો ઝડપથી સાજા થાય છે. કોઈપણ પરિસ્થિતિને આશીર્વાદ આપી શકાય. આવી સર્જનાત્મક્તાની આભા પ્રસરાવવાની ક્રિયા ફેરફારો લાવે છે, તે જાદૂઈ છે. કોઈ પણ વસ્તુની નિંદા કરીએ તો તે વળતો પ્રહાર કરશે ને નુકસાન પહોંચાડશે, તેથી સદાય શુભભાવના વ્યક્ત કરતા રહેવું હિતાવહ લેખાશે.
આ પણ વાંચો: સોખડા સ્વામિનારાયણ મંદિરનો વધુ એક વીડિયો થયો વાયરલ, મહિલા સેવિકાએ સંતો પર કર્યા ગંભીર આક્ષેપો
સુખી લોકો અસભ્ય અથવા અસંસ્કારી નથી હોતા, તેથી તેઓ અન્ય લોકો સાથે ક્રૂર વર્તન પણ કરતા નથી, પ્રેમભાવ મોકલે છે. જો તેઓ ખુશ થશે તો તેઓ તેમના વર્તનમાં ફેરફાર કરશે, જે કારણે દરેકને ફાયદો મળશે. પૂરતો પ્રેમ કરી શકવાથી વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ બની શકાય તેવુ સૌ જાણે છે છતાં કેટલા તેમાં સફળ રહે છે ?
મનની મેઈનસ્વીચ જાળવી લેવાય તો સ્વાથૅના ફોલ્ટ કનડતા નથી કારણ કે મન વીજળીના ઝબકારા જેવુ, વાદળાની છાયા જેવું, ઘાસના ભડકા જેવું, પાણીના પરપોટા જેવું, પાણીમાં રાખેલા કાચા ઘડા જેવું છે. મગજનું આવેશોને લીધે અથવા કુસંગને લીધે થતુ ભ્રમણ માણસનું બહુ અહિત કરે છે અર્થાત તેના પરમશત્રુ જેવું કામ કરે છે અને તેને સ્થાયી સુખ મળવા દેતુ નથી – તેથી કોઈ પણ સમયે અથવા પ્રતિકૂળ પ્રસંગે ય મનને અધીરાઈથી વશ થવા ન દેવુ. મનને સવૅદા પ્રસન્ન રાખવુ, તેને લેશમાત્ર પણ મુંઝાવા ન દેવુ અને મનને જેમ બને તેમ એકનિષ્ઠવાળુ અને સુદ્રઢ કરવા પ્રયત્નશીલ રહેવું. મકરસંક્રાંતિના પાવન અવસરે “સદા સર્વદા ક્લ્યાણમસ્તુ”ની અભ્યર્થના.
આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં સુત્રાપાડાના માછીમારનું મોત, મૃત્યુના 1 મહીના પછી મળ્યા સમાચાર
