Bharuch News: અંકલેશ્વર(Ankleshwar)માં દરજીની દુકાનની આડમાં ચાલતા નશાના વેપારનો પર્દાફાશ થયો છે. ભરૂચ SOGની ટીમે અમરતપુરા નજીક આવેલી એક દુકાનમાં દરોડો પાડી અફીણ અને પોસડોડાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં રાજસ્થાનના 43 વર્ષીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
Ankleshwar : ભરૂચ SOGએ અમરતપુરા નજીક દરોડો પાડ્યો
બાતમીના આધારે ભરૂચ SOG (Bharuch SOG)ની ટીમે અંકલેશ્વરના અમરતપુરા નજીક આવેલી ચૌધરી ટેલર્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી 9.959 કિલો પોસડોડા (Poppy Husk) અને 258 ગ્રામ અફીણ (Opium) મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.2.93 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ટેલર્સની આડમાં નશાનો વેપાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રાજસ્થાનનો 43 વર્ષીય શખ્સ ચૌધરી ટેલર્સની આડમાં નશાનો વેપાર કરતો હતો. દરજીની દુકાન ચલાવવાના બહાને તે અફીણ અને પોસડોડાનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
રાજસ્થાનના મુલારામ પાસેથી જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી છે કે તેણે આ જથ્થો રાજસ્થાન (Rajasthan)ના મુલારામ પાસેથી મેળવ્યો હતો. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. આ મામલે NDPS એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને નેટવર્કની અન્ય કડીઓ શોધવા પ્રયાસ કરાઈ રહ્યા છે.
આ પણ વાંચો:વિશ્વનો મોટો અફીણ ઉત્પાદક દેશ, ભારતની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો
આ પણ વાંચો:NCRBના રીપોર્ટ મુજબ દેશ ભરમાં આત્મહત્યાનું મુખ્ય કારણ માનસિક બીમારી
આ પણ વાંચો:ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતા શરૂ કરાયો ટોલ ફ્રી નંબર, 1908 પર ફોન કરી આપી શકાશે ડ્રગ્સની માહિતી
