ઝાલાવાડના લખતર તાલુકાના ડેરવાળા ગામે એરંડાના પાકમાં કાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ જોવા મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. એક ખેડૂતે ઉભા પાકમાં ટ્રેક્ટર ચલાવતાં તેના ઉપર પણ સંખ્યાબંધ ઈયળો જોવા મળી હતી.
આ પણ વાંચો ;અકસ્માત / રાજસ્થાનના જોધપુરમાં ઓડી કારે 9 લોકોને કચડી નાંખ્યા 1 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત 9 ગંભીર
ગુજરાતમાં નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ ઝાલાવાડ પંથકને થયો હોવાના તંત્ર દ્વારા બણગા ફૂંકવામાં આવે છે. ત્યારે પહેલા ઓછા વરસાદ અને બાદમાં ભારે વરસાદના લીધે ખેડૂતોના ઉભા મોલ પર ખતરો મંડાયો હતો. એવામાં ઝાલાવાડના લખતર તાલુકાના ડેરવાળા ગામે એરંડાના પાકમાં કાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ જોવા મળતા ધરતીપૂત્રોની હાલત અત્યંત દયનીય બનવા પામી હતી. ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જતાં ખેડૂતોને લમણે હાથ દેવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો ;વિધાનસભા ચૂંટણી 2022 / ઉત્તરપ્રદેશમાં BSP એકલા હાથે ચૂંટણી લડશે,કોઇપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહી : માયાવતી
ઝાલાવાડના લખતર તાલુકાના ડેરવાળા ગામે એરંડાના પાકમાં કાળી લશ્કરી ઈયળનો ઉપદ્રવ જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. એરંડાનો પાક હવે બચી શકે તેમ નથી, ત્યારે ખેડૂતોએ ઉભા પાકમાં ટ્રેક્ટર ચલાવતાં ડ્રાઈવરો ઉપર પણ ઘણી બધી ઈયળો ચડેલી જોવા મળી હતી. આમ પણ તેમનો એરંડાનો પાક સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હતો. જેતી ખેડૂતોના મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જતાં તેમને લમણે હાથ દેવાનો વારો આવ્યો હતો.
