Kutch News/ વોઈસ ઓફ કચ્છની ગાયન સ્પર્ધામાં ભુજની અંતરા ભટ્ટ દ્વિતિય નંબરે

અંતરા ભટ્ટ આ પહેલા પણ ગીત-સંગીતના સુપર સ્ટાર સિઝન-થ્રીના સોની ટીવી પર પ્રસારિત થતા કાર્યક્રમના જજીસ રાઉન્ડ સુધી પસંદગી પામેલ છે.

Gujarat

Kutch News: તાજેતરમાં જ ભુજ (Bhuj) મધ્યે વોઈસ ઓફ કચ્છ (Voice of Kutch)ની સિંગિગ સ્પર્ધા (Singing)નું આયોજન લાયન્સ હોલ મધ્યે કરવામાં આવ્યું હતુ. લાયન્સ કલબ ઓફ ભુજ-કવીન , ઈન્નર વ્હીલ કલબ ઓફ માધાપર લોટસ, શકિત મહિલા સંગઠન, ઈન્નર વ્હીલ કલબ ઓફ ભુજ કેપિટલ તથા સુર સંગમ મ્યુઝિકલ કલબના સંયુકત ઉપક્રમે યોાજાયેલ ગાયન સ્પર્ધામાં કચ્છભરમાંથી 60 જેટલા સ્પર્ધકોએ જુદી-જુદી વય જૂથમાં ઉમળકાભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 10  થી 21 વર્ષની વય જુથમાં ભુજની માત્ર 11 વર્ષીય અંતરા ભટ્ટએ દ્વિતિય નંબર હાંસલ કરી અને એરફોર્સ સ્કુલ, બ્રહ્મા સમાજ તથા સ્વ.રસિકલાલ ભટ્ટ પરીવારનું ગૌરવ વધુ એક વખત વધાર્યુ છે.

આ સ્પર્ધામાં પ્રથમ ઓડિશન રાઉન્ડ અને તે બાદ ફાઈલન રાઉન્ડમાં સ્પધકોએે પસંદગીનું ગીત રજુ કરવાનુ હતુ જેમાં અંતરા ભટ્ટએ ઘર મોરે પરદેસીયા અને અજી રૂઠ કર કહાં જાઈએ ગાના મધુર ગીતો પોતાના કોકીલ કંઠે રજૂ કરી સૌ નિર્ણાયકો તથા ઉપસ્થિતોને પણ મંત્રમુગ્ધ કર્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે દેહુતિબેન ગઢવી, જાનવીબેન તથા હિર્ષિદાબેને સેવા આપી હતી. નોધનીય છે કે, અંતરા ભટ્ટ આ પહેલા પણ ગીત-સંગીતના સુપર સ્ટાર સિઝન-થ્રીના સોની ટીવી પર પ્રસારિત થતા કાર્યક્રમના જજીસ રાઉન્ડ સુધી પસંદગી પામેલ છે તથા જી-ટીવી પર પ્રસારીત થતા ઈન્ડિયા ગોટ ટેલેન્ટના કાર્યક્રમ માટે પણ અન્ડર 15 વયજુથમાં રાજયની એકમાત્ર ગાયિકા તરીકે સ્થાન મેળવી ઉત્તરપ્રદેશના ઝાંખી મધ્યે યોજાયેલ ગ્રાન્ડ ફિનાલે માટે આમંત્રણ મેળવી ચુકી છે. ઉપરાંત શાળાકીય કક્ષાએ યોજાતા જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પાછલા ચાર વર્ષથી જિલ્લામાં પ્રથમ અને એક વખત ઝોનકક્ષાએ પ્રથમ રહી રાજયસ્તરે કચ્છનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. તો કલામહાકુંભમાં સતત ત્રણ વર્ષથી અંતરા ભટ્ટ 1 થી તૃતીય નંબર હાંસલ કરી છે.

તાજેતરમાં જ યોજાયેલ વોઈસ ઓફ કચ્છ કરાઓકે ર્સ્પધામાં વિશેષ અતિથીપદે જોરૂભા રાઠોડ, શંકરભાઈ સચદે, નીતીભાઈ કેશવાણી, નવીનભાઈ આઈયા, જટુભાઈ રાઠોડ, રસિકભાઈ મકવાણા, ઝવેરીલાલ સોનેજી સહીતના ઉપસ્થિત દિગ્ગજોએ અંતરાની ગાયકી અને સિદ્ધીને બિરદાવી હતી. અંતરા સુગમ સંગીતનું પદ્વતિસરનું જ્ઞાન ભુજ સ્પા એકેડમીના રીમાબેન ખત્રી પાસેથી મેળવી રહી છે. અંતરાએ વોઈસ ઓફ કચ્છની 21 વર્ષની વયજુથ સુધીની કેટેગરીમાં માત્ર 11 વર્ષની વયે જ દ્વિતિય ક્રમ હાંસલ કરીને વધુ એક વખત સંગીત ક્ષેત્રે મેળવેલી સિદ્ધી બદલ આયોજક સંસ્થાઓના બીના બેન ભાનુશાલી, ડો. મમતાબેન ભટ્ટ, કમલબેન જોષી, ભાવેશભાઈ ઠકકર, ડીમ્પલબેન દોશી, તથા મિલે સુર હમારા વિમેન્સ કરાઓકે ગ્રુપની ટીમ પુજાબેન અચાયી, સુર આરાધના કરાઆકે ગ્રુપની ટીમ ભુપેનભાઈ મહેતા, ગાતા રહે મેરા દીલ ગ્રુપ, (માધાપર)ટીમ નીતીનભાઈ પંડયા એન-વી કરાઓકે ગ્રુપ (માંડવી)ની ટીમ નિરવભાઈ શાહ ઉપંરાત ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થવા પામી રહી છે.

@રોહિત પઢિયાર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભુજમાં PM મોદીનું ભવ્ય સ્વાગત, 53 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

આ પણ વાંચો:જમ્મુ-જોધપુરથી ભુજ-રાજકોટ… સરહદી વિસ્તારોમાં એર ઇન્ડિયા-ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો:ગુજરાત પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભુજ એરબેઝ પર સૈનિકો સાથે વાતચીત કરશે