Not Set/ મહેસાણા હોસ્ટેલમાં વિદ્યાર્થીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી,પિતાએ સંચાલકો સામે કર્યા આક્ષેપો

મહેસાણા, મહેસાણામાં એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.  ભાંડું LCIT કોલેજની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં જ આત્મહત્યા હોવાની ઘટના સામે આવી છે.  Bsc નર્સિગના બીજા વર્ષમાં વિદ્યાર્થિની અભ્યાસ કરી રહી હતી. જણાવીએ કે આ વિદ્યાર્થિની તાપી જિલ્લાના સુંદરપુર ગામની વતની હોવાનું સામે આવ્યું છે. વિસનગર તાલુકાના ભાંડુ ખાતે આવેલી LCIT એજ્યુકેશન કેમ્પસ ખાતે નર્સિંગમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે. સંધ્યાબેન ભરતભાઇ કોંકણી નામની યુવતી છેલ્લા બે વર્ષથી કોલેજ કેમ્પસમાં જ […]

Top Stories Gujarat Others

મહેસાણા,

મહેસાણામાં એક વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.  ભાંડું LCIT કોલેજની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં જ આત્મહત્યા હોવાની ઘટના સામે આવી છે.  Bsc નર્સિગના બીજા વર્ષમાં વિદ્યાર્થિની અભ્યાસ કરી રહી હતી. જણાવીએ કે આ વિદ્યાર્થિની તાપી જિલ્લાના સુંદરપુર ગામની વતની હોવાનું સામે આવ્યું છે.

વિસનગર તાલુકાના ભાંડુ ખાતે આવેલી LCIT એજ્યુકેશન કેમ્પસ ખાતે નર્સિંગમાં અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો છે. સંધ્યાબેન ભરતભાઇ કોંકણી નામની યુવતી છેલ્લા બે વર્ષથી કોલેજ કેમ્પસમાં જ રહેતી હતી.

આપઘાત પાછળનું કારણ યુવતીના પિતા ભરતભાઇ કોકણીએ કહ્યું કે હોસ્ટેલ ફી બાકી હોવાથી ટોર્ચર કરવામાં આવતા તેમની દીકરીએ આપઘાત કર્યો છે. યુવતીના પિતાએ કરેલ આ આક્ષેપ પર મામલો ગરમાયો છે.

ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીએ સંધ્યાના આપઘાત કરવા પાછળ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.મહત્વનું છે કે યુવતીના પિતા ભરતભાઇએ વિસનગર પોલીસને લેખિત અરજી આપીને કોલેજ સત્તાવાળાઓ સામે ગુનો દાખલ કરવાની માગણી કરી છે.

જણાવીએ કે ગઈકાલે સાંજે ભોજનના સમયે અન્ય યુવતીઓ જમવા માટે ગઈ હતી ત્યારે એકલી પડેલી સંધ્યાએ હોસ્ટેલના રૂમમાં જ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન