Dahod News/ મંત્રી બચુ ખાબડે કહ્યું વડાપ્રધાન આવવાના હોવાથી કેબિનેટ બેઠકમાં હાજર નથી રહી શક્યો. હું કોઈ ભાગેડુ મંત્રી નથી, બજારમાં ખુલ્લો ફરું છું

બચુભાઈ ખાબડના પુત્રોની ધરપકડથી આ મામલો વધુ ગંભીર બન્યો છે

Gujarat

Dahod News : ગુજરાતના પંચાયત મંત્રી બચુ ખાબડે દાહોદમાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત કૌભાંડ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.ધાનપુર ખાતે તેમની ઓફિસ બહાર આપેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે દેવગઢ બારિયા અને ધાનપુરમાં 35 એજન્સીએ મનરેગા હેઠળ મટીરિયલ સપ્લાયનું કામ કર્યું હતું, જેમાં તેમના પુત્રોની એજન્સીઓએ પણ માત્ર મટીરિયલ સપ્લાય કર્યું છે. સ્થળ પર કામની જવાબદારી તેમના પુત્રોની એજન્સીઓની ન હોવાનો તેમણે દાવો કર્યો છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન આવવાના હોવાથી કેબિનેટ બેઠકમાં હાજર નથી રહી શક્યો, જેની મેં CMને જાણ કરી હતી અને હું કોઇ ભાગેડુ મંત્રી નથી, બજારમાં ખુલ્લો ફરું છું.મંત્રી બચુ ખાબડે વધુમાં જણાવ્યું હતું કે પંચાયત મંત્રી તરીકે તેમની કામગીરીને કેન્દ્ર સરકાર અને રાજ્યના રાજ્યપાલ દ્વારા બિરદાવવામાં આવી છે અને તેમને શ્રેષ્ઠ કામગીરી માટે શ્રેષ્ઠ પંચાયત એવોર્ડ પણ મળ્યો છે. તેમણે ઉમેર્યું કે ચૂંટણીમાં તેઓ એક લાખ મતોથી વિજયી થયો છે અને અઢી લાખ મતદારોનો ટેકો તેમની સાથે છે.

મંત્રીએ કહ્યું હતું કે તેમના બંને પુત્રો તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને સરકાર તેમજ કોર્ટ જે નિર્ણય લેશે એ તેમને માન્ય હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ ‘ભાગેડુ મંત્રી’ નથી અને ખુલ્લા બજારમાં ફરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસને લઈને તેઓ કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા ન હતા, પરંતુ આ અંગે મુખ્યમંત્રીને રિપોર્ટ દ્વારા જાણ કરી હતી.બચુ ખાબડે વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને ધાનપુર અને દેવગઢ બારિયા ખાતે આયોજનની બેઠકો યોજી રહ્યા હોવાનું જણાવ્યું છે.

નિવેદન સમયે તેમની ઓફિસ બહાર સરકારી ગાડી પણ જોવા મળી હતી. આ કૌભાંડના સંબંધમાં બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી છે, જે હાલ રિમાન્ડ પર છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.આ કૌભાંડની તપાસ હાલ ચાલુ છે અને બચુભાઈ ખાબડના પુત્રોની ધરપકડથી આ મામલો વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં નવો વિવાદ જન્માવ્યો છે અને લોકો આગળના વિકાસ પર નજર રાખી રહ્યા છે. બચુ ખાબડનું આ નિવેદન આ મામલે તેમનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે, પરંતુ તપાસનાં અંતિમ પરિણામો જ આ મામલાની સત્યતા સ્પષ્ટ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન : માતાની સારવાર માટે હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા

આ પણ વાંચો: અમદાવાદના 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરી અરજી

આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે માંગ્યા જામીન, હાઈકોર્ટમાં આજે સુનાવણી