Rajkot/ રાજકોટની હોસ્પિટલમાં અગ્નિકાંડ કેસમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું, તપાસની કરી માંગ

રાજકોટ શહેરમાં શુક્રવારે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે કુલ 5 લોકોના આગમાં  ભૂંજાઈ જવાથી મૃત્યું થયા છે.  પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કલેક્ટરે આપેલી જાણકારીમાં જાણવા મળ્યું છે. 

Top Stories Gujarat Others
a 232 રાજકોટની હોસ્પિટલમાં અગ્નિકાંડ કેસમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું, તપાસની કરી માંગ

રાજકોટ શહેરમાં શુક્રવારે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગના કારણે કુલ 5 લોકોના આગમાં  ભૂંજાઈ જવાથી મૃત્યું થયા છે.  પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કલેક્ટરે આપેલી જાણકારીમાં જાણવા મળ્યું છે.  આ દૂર્ઘટના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુઃખ સાથે શોક વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે સરકારે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ

તેમણે ટ્વિટ કરી જણાવ્યું કે રાજકોટના એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના ખરેખર દુઃખદ છે. અમદાવાદમાં પણ ઓગસ્ટમાં આ પ્રકારની આગ લાગી હતી. રાજ્ય સરકારે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઇએ. આ દર્દીઓના પરિવાર પ્રતિ મારી સંવેદના, જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…