Not Set/ દેશના ૬૩ ટકા લોકોની પહેલી પસંદ છે PM મોદી , સર્વેમાં સામે આવ્યા આ આંકડા

નવી દિલ્હી, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે, ત્યારે આ ચૂંટણીને લઈ કેટલાક પોલિટીકલ સર્વે પણ સામે આવી રહ્યા છે. આ વચ્ચે કરવામાં આવેલા એક ઓનલાઈન સર્વેના આંકડાઓ સામે આવી રહ્યા છે. આ સર્વેના આંકડા મુજબ, દેશ અને દુનિયામાં વસતા ૬૩ ટકાથી વધુ ભારતીયો નરેન્દ્ર મોદીને વધુ એકવાર દેશના પ્રધાનમંત્રી […]

Top Stories India Trending
images 1518087714705 narendra modi દેશના ૬૩ ટકા લોકોની પહેલી પસંદ છે PM મોદી , સર્વેમાં સામે આવ્યા આ આંકડા

નવી દિલ્હી,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે, ત્યારે આ ચૂંટણીને લઈ કેટલાક પોલિટીકલ સર્વે પણ સામે આવી રહ્યા છે. આ વચ્ચે કરવામાં આવેલા એક ઓનલાઈન સર્વેના આંકડાઓ સામે આવી રહ્યા છે.

આ સર્વેના આંકડા મુજબ, દેશ અને દુનિયામાં વસતા ૬૩ ટકાથી વધુ ભારતીયો નરેન્દ્ર મોદીને વધુ એકવાર દેશના પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે.

આ સર્વેમાં ભાગ લેનારા ૫૦ ટકા લોકોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદીના પીએમ તરીકેના બીજા કાર્યકાળથી દેશને વધુ સારું ભવિષ્ય મળશે.

ન્યુઝ પોર્ટલ ડેલીહન્ટ અને ડેટા એનાલિસિસ કરનારી કંપની “નીલ્શન ઇન્ડિયા”ના એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે, “તેઓના સર્વેક્ષણ દેશ અને વિદેશના ૫૪ લાખ લોકોના વિચારો પર આધારિત છે”.

આ સર્વેક્ષણ મુજબ, ૬૩ ટકા લોકોએ નરેન્દ્ર મોદીને ૨૦૧૪ની તુલનામાં વધુ અથવા તો આ જ પ્રકારનો ભરોષો વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત ૬૨ ટકા લોકો આશ્વત છે કે, કોઈ પણ રાષ્ટ્રીય સંકટના સમય પર દેશનું નેતૃત્વ કરવા માટે નરેન્દ્ર મોદી સૌથી વધુ સક્ષમ છે. ત્યારબાદ રાહુલ ગાંધીને ૧૭ %, અરવિંદ કેજરીવાલને ૮ %, અખિલેશ યાદવને ૩ % તેમજ માયાવતીને ૨ % વોટ મળ્યા છે.

કોંગ્રેસ દ્વારા આ સર્વેક્ષણના આંકડાઓને બતાવવામાં આવ્યા ફ્રોડ 

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું, “હતાશ મોદી સરકાર લોકોનો ભરોષો ગુમાવી ચુકી છે અને પાંચ રાજ્યોની ચૂંટણીમાં હારનો સામનો કરી રહી છે. ત્યારે હવે તેઓ કેટલાક નાણાકીય સંસાધનોનો ઉપયોગ કરીને બહાર પાડવામાં આવેલા સર્વેક્ષણો દ્વારા મહારત હાંસલ કરવા ઈચ્છે છે”.