Not Set/ તત્વપ્રિયા દ્વારા વીડિયો મારફતે કરાયા જનાર્દન શર્મા પર ગંભીર પ્રકારનાં આક્ષેપો

પાછલા પખવાડિયાથી વિવાદોનો પરીયાય બનેલ નિત્યાનંદ આશ્રમનો હોબાળો હજુ પણ યથાવત ચાલી રહ્યો છે. અને વિસંગતતાની વાત તો એ છે કે, માતા-પિતા પોતાની જે પુત્રીઓ માટે સમગ્ર મામલો ઉજાગર કરી, પોતાના કાળજે પથ્થર મુકીને યાતના અને આલોચના સહિત બદનામી વેઠી રહ્યા છે. તે જ પુત્રીઓ દ્વારા પણ રોજ બરોજ કોઇને કોઇ પ્રકારનાં વીડિયો સોશિયલ મીડિયામાં […]

Top Stories Ahmedabad Gujarat
pjimage 22 તત્વપ્રિયા દ્વારા વીડિયો મારફતે કરાયા જનાર્દન શર્મા પર ગંભીર પ્રકારનાં આક્ષેપો

પાછલા પખવાડિયાથી વિવાદોનો પરીયાય બનેલ નિત્યાનંદ આશ્રમનો હોબાળો હજુ પણ યથાવત ચાલી રહ્યો છે. અને વિસંગતતાની વાત તો એ છે કે, માતા-પિતા પોતાની જે પુત્રીઓ માટે સમગ્ર મામલો ઉજાગર કરી, પોતાના કાળજે પથ્થર મુકીને યાતના અને આલોચના સહિત બદનામી વેઠી રહ્યા છે. તે જ પુત્રીઓ દ્વારા પણ રોજ બરોજ કોઇને કોઇ પ્રકારનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કે પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. અને એક સમયે માતા-પિતાને આવા જ વીડિયો મારફતે પોતાને આ નર્કાગારમાથી છોડાવવાની વિનંતી કરતી પુત્રી આજે માતા-પિતા પર જ આરોપો અને આક્ષેપો લગાવી રહી છે.

https://twitter.com/mantavyanews/status/1196990495676755970

અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો મંતવ્ય ન્યૂઝ દ્વારા વધુ એક ચોંકાવનારો વીડિયો સામે લાવવામાં આવ્યો છે.  આ વીડિયો નિત્યાનંદની સાધક તત્વપ્રિયા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં વિવાદનાં કેન્દ્વમાં રહેલી યુવતીનાં પિતા જનાર્દન શર્મા પર તત્વપ્રિયા દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. અને આટલું ઓછુ હોય તેમ તત્વપ્રિયાએ વીડિયોમાં PM મોદી પાસે આ મામલે મદદ માંગી છે. તત્વપ્રિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, જનાર્દન શર્મા અમને ધમકી આપી રહ્યા છે.

એક રીઢો ગુનેહગાર પોતાનો ગુનો છુપાવવા અને તપાસને ફેરવવા જેમ મોટા મોટા માણસો અને મરણ પામેલા ગુનાખોરોનાં નામ આપે છે અને આક્ષેપોનો આશરો લે છે, તેવી રીતે આ અઠંગ ઠગબાજો દ્વારા પણ ભારતનાં વડાપ્રધાને આ મામલે યોગ્ય કરવાની અપીલ કરવામાં આવી રહી છે અને મોટા નામો લેવામાં આવી રહ્યા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. આજ તત્વપ્રિયા દ્વારા વીડિયો મારફતે કરાયા જનાર્દન શર્મા પર ગંભીર પ્રકારનાં આક્ષેપો, મોટા માથાનાં નામ લેવાની મોડસ ઓપરેન્ડી અંતરગત આ બઘુ કરવામાં આવી રહ્યું હોવાનુ સર્વત્ર ચર્ચામાં સાંભળવામાં આવી રહ્યું છે.

જુઓ સમગ્ર અહેવાલ………..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.