Not Set/ આજે જ ટ્રાય કરો આ અનોખા લીંબુવાળા ભાત

સામગ્રી 1 1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ 2 1/2 કપ રાંધેલા ભાત 1 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન રાઇ 1/2 ટીસ્પૂન અડદની દાળ 1 ટીસ્પૂન ચણાની દાળ 5 થી 6 કડી પત્તા 1/2 ટીસ્પૂન ખમણેલું આદૂ 2 આખા કાશ્મીરી લાલ મરચાં (ટુકડા કરેલા) 1/2 ટીસ્પૂન હળદર મીઠું (સ્વાદાનુસાર) બનાવવાની રીત  એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં અડદની દાળ, ચણાની […]

Food Lifestyle
kj આજે જ ટ્રાય કરો આ અનોખા લીંબુવાળા ભાત

સામગ્રી

1 1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ
2 1/2 કપ રાંધેલા ભાત
1 ટેબલસ્પૂન તેલ
1/2 ટીસ્પૂન રાઇ
1/2 ટીસ્પૂન અડદની દાળ
1 ટીસ્પૂન ચણાની દાળ
5 થી 6 કડી પત્તા
1/2 ટીસ્પૂન ખમણેલું આદૂ
2 આખા કાશ્મીરી લાલ મરચાં (ટુકડા કરેલા)
1/2 ટીસ્પૂન હળદર
મીઠું (સ્વાદાનુસાર)

બનાવવાની રીત 

એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો. જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં અડદની દાળ, ચણાની દાળ અને કડી પત્તા ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતળી લો.

તે પછી તેમાં આદૂ અને કાશ્મીરી લાલ મરચાં ઉમેરી મધ્યમ તાપ પર 30 સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં હળદર અને ભાત મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

છેલ્લે તેમાં લીંબુનો રસ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. ગરમ-ગરમ પીરસો.