Not Set/ રેસ-3ની કમાણીનો ____ ટકા હિસ્સો સલમાન લેશે

મુંબઇ, ફિલ્મનું ટ્રેલર અને ગીતો સુપરહિટ રહ્યાં હતા. જોકે આ ફિલ્મ કરતા પહેલા સલમાન ખાને એટલી મોટી રકમ માંગી હતી કે,  સાંભળીને ભલભલા બોલિવૂડ સ્ટાર્સના કાન ઉંચા થઈ ગયા હતા.  સલમાન ખાન પોતાના આગામી ફિલ્મ રેસ 3માંથી પ્રોફિટ શેર કરશે.  એક અહેવાલ અનુસાર, બોલિવૂડના ભાઈજાને ફિલ્મ પ્રોડ્યૂસર્સને કહ્યું કે, રેસ-3ની કમાણીમાંથી તે 70 ટકા હિસ્સો લેશે.  આ વાતતો જાહેર છે કે, સલમાન […]

Entertainment
662306 salmanrace3 રેસ-3ની કમાણીનો ____ ટકા હિસ્સો સલમાન લેશે

મુંબઇ,

ફિલ્મનું ટ્રેલર અને ગીતો સુપરહિટ રહ્યાં હતા. જોકે આ ફિલ્મ કરતા પહેલા સલમાન ખાને એટલી મોટી રકમ માંગી હતી કે,  સાંભળીને ભલભલા બોલિવૂડ સ્ટાર્સના કાન ઉંચા થઈ ગયા હતા.  સલમાન ખાન પોતાના આગામી ફિલ્મ રેસ 3માંથી પ્રોફિટ શેર કરશે.  એક અહેવાલ અનુસાર, બોલિવૂડના ભાઈજાને ફિલ્મ પ્રોડ્યૂસર્સને કહ્યું કે, રેસ-3ની કમાણીમાંથી તે 70 ટકા હિસ્સો લેશે.  આ વાતતો જાહેર છે કે, સલમાન અગાઉ પોતાની ફિલ્મ્સની કમાણીનો 50 ટકા ભાગ લેતો આવ્યો છે. સલમાન દ્વારા આટલી મોટી રકમ માંગ્યા બાદ પણ પ્રોડ્યૂસર્સ તેને આ ફિલ્મ માટે હાં પાડી દીધી હતી. ફિલ્મના ટ્રેલર લોન્ચ બાદથી જ તેના 300 કરોડથી વધુ કમાણી કરવાની નિષ્ણાંતોએ ભવિષ્યવાણી કરી છે.

અભિનેતા સલમાન ખાનની ફિલ્મ રેસ-૩ ઈદના તહેવાર પર રીલીઝ થવાની છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળશે. ફિલ્મના આ પહેલાના બન્ને ભાગ હિટ સાબિત થયા હતા. ત્યારે ફરી એકવાર રેસ-૩ બોક્સ ઓફિસ પર પોતાનો કમાલ દેખાડે તેવી તમામ આશા રાખી રહ્યા છે.

સલમાને એક ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મની કેટલીક વિશેષતા અંગે જણાવ્યુ. સલમાને જણાવ્યુ કે, રેસ-૩ એક્શન ફિલ્મ તો છે જ પરંતુ આ ફિલ્મમાં ઈમોશન પણ છે. આ માત્ર એક્શન ફિલ્મ નથી.  મ્યુઝિકલ એક્શન બોનાન્જાવાળી ફિલ્મ છે.  આ ફિલ્મમાં પણ ટર્નીંગ પોઈન્ટ છે અને તે ફિલ્મનો મહત્વનો ભાગ છે. ફિલ્મ રમેશ તૌરાનીએ તૈયાર કરી છે,  જેથી રેસ-૪ બનાવવા અંગે પણ તેઓ વિચાર કરી રહ્યા છે.