OTT Platform/ IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, ‘સેક્રેડ ગેમ્સ’ થી લઇ ‘મિર્ઝાપુર’

તાજેતરમાં IMDb એ ટોપ 50 વેબ સિરીઝની યાદી બહાર પાડી છે. 1 જાન્યુઆરી 2018 થી 10 મે 2023 સુધી દર્શકોએ સૌથી વધુ પસંદ કરાયેલી વેબ સિરીઝ આ છે. 

Trending Photo Gallery Entertainment
4 59 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

લોકડાઉનથી એટલે કે છેલ્લા બે વર્ષ પર નજર કરીએ તો ઓનલાઈન પ્લેટફોર્મનો દોર સતત વધી રહ્યો છે. લોકો ઘરે બેઠા વેબ સિરીઝ અને મૂવીઝ જોવાનું પસંદ કરવા લાગ્યા છે. ખાસ વાત એ છે કે આમાંના કેટલાક OTT પ્લેટફોર્મ સંપૂર્ણપણે મફત થયા છે, જ્યારે કેટલાક જોવા માટે તમારે પૈસા ખર્ચવા પડશે. પરંતુ આ લાઈવ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને કારણે પ્રેક્ષકોના મનોરંજન માટે વધુ સામગ્રી છે, સાથે જ કલાકારોને પણ રોજગારીની નવી તકો મળી છે. તાજેતરમાં IMDb એ ટોપ 50 વેબ સિરીઝની યાદી બહાર પાડી છે. 1 જાન્યુઆરી 2018 થી 10 મે 2023 સુધી દર્શકોએ સૌથી વધુ પસંદ કરાયેલી વેબ સિરીઝ આ છે.

સેક્રેડ ગેમ્સ

4 55 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

નવાઝુદ્દીન સિદ્દીકી અને સૈફ અલી ખાનની ‘સેક્રેડ ગેમ્સ’ IMDbની ટોપ 10 લિસ્ટમાં નંબર વન પર છે. લોકોએ આ સિરીઝને ખૂબ પ્રેમ આપ્યો અને પાત્રોએ તેમના અભિનયથી ધૂમ મચાવી દીધી હતી. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.

મિર્ઝાપુર

4 56 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

‘મિર્ઝાપુર’ વેબ સિરીઝમાં કાલીન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને મુન્ના ભૈયાની જોડીએ ધૂમ મચાવી દીધી હતી. તેની બે સિઝન આવી છે અને બંને એકદમ મજબૂત હતી. તમે તેને એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકો છો.

સ્કેમ 1992

4 57 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

ત્રીજા નંબરે ‘સ્કેમ 1992’ વેબ સિરીઝ આવે છે. આમાં ડિરેક્ટર હંસલ મહેતાની ‘સ્કેમ 1992’ વેબ સિરીઝે હંગામો મચાવ્યો હતો. આ વેબ સિરીઝે પ્રતિક ગાંધીને રાતોરાત ફેમસ કરી દીધો હતો. આ વેબ સિરીઝ 90 ના દાયકાના બોમ્બેને દર્શાવે છે અને સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની સ્ટોરીને લોકો સામે લાવ્યા છે. તમે તેને સોની લિવ પર જોઈ શકો છો.

ધ ફેમિલી મેન

4 58 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

મનોજ બાજપેયીની વેબ સીરિઝ ‘ધ ફેમિલી મેન’એ પણ રિલીઝ થતાની સાથે જ તહેલકો મચાવી દીધો હતો. જેમાં બતાવવામાં આવ્યું છે કે મનોજ બાજપેયી શ્રીકાંતની ભૂમિકા ભજવીને પોતાના દેશને આતંકવાદીઓથી બચાવવા અને પરિવારની સંભાળ રાખવાનો પ્રયાસ કરે છે. તે એમેઝોન પ્રાઇમ પર ઉપલબ્ધ છે.

એસ્પિરન્ટ્સ

4 60 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

‘એસ્પિરન્ટ્સ’ વેબ સિરીઝ પાંચમા નંબર પર છે. જેમાં યુપીએસસીની તૈયારી કરતા ત્રણ છોકરાઓની વાર્તા બતાવવામાં આવી છે. જે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું.

ક્રિમિનલ જસ્ટિસ

4 61 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

વિક્રાંત મેસી અને જેકી શ્રોફની વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ’ વેબ સિરીઝ પણ ઘણી લોકપ્રિય બની હતી. તમે તેને ડિઝની હોટ સ્ટાર પ્લસ પર જોઈ શકો છો.

બ્રીથ

4 62 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

આર માધવનની ‘બ્રીથ’ વેબ સિરીઝને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ વેબ સિરીઝની બે સીઝન આવી ચૂકી છે અને બંને હિટ રહી હતી. તમે તેને એમેઝોન પ્રાઇમ પર જોઈ શકો છો.

કોટા ફેક્ટરી

4 63 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

IIT અને JEEની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ‘કોટા ફેક્ટરી’માં બતાવવામાં આવ્યા છે. આ પહેલી બ્લેક એન્ડ વ્હાઇટ વેબ સિરીઝ છે. તમે તેને Netflix પર જોઈ શકો છો.

પંચાયત

4 64 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

નીના ગુપ્તાની વેબ સિરીઝ ‘પંચાયત’એ પણ ઘણી પ્રશંસા મેળવી હતી. જેમાં ગામનો મુખિયો બતાવવામાં આવ્યો છે. તેની બે સિઝન હિટ રહી હતી, ચાહકો ત્રીજી સિઝનની રાહ જોઈ રહ્યા છે.

પાતાળ લોક

4 65 IMDb એ આ 10 વેબ સિરીઝને સૌથી વધુ લોકપ્રિય કહી, 'સેક્રેડ ગેમ્સ' થી લઇ 'મિર્ઝાપુર'

અંતે, ચાલો ‘પાતાળ લોક’ વેબ સિરીઝ વિશે વાત કરીએ. પત્રકારના મોતના આરોપમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આમાં ચાર આરોપીઓની સ્ટોરી બતાવવામાં આવી છે.

આ પણ વાંચો :samantha/સામંથા રૂથ પ્રભુએ તુર્કીમાં વિતાવેલી ક્ષણોની તસ્વીરો શેર કરી

આ પણ વાંચો :વિવાદ/જેનિફર મિસ્ત્રી બાદ આ અભિનેત્રીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ