ખુલાસો/ ગૌરીના કારણે કટાર લઈને પત્રકારના ઘરે પહોંચ્યા હતો શાહરુખ ખાન, પગ પર કર્યો હતો વાર

શાહરૂખ ખાને કહ્યું હતું કે તે સમયે મેં ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. તેના આ કૃત્ય માટે અભિનેતાને જેલમાં જવું પડ્યું હતું. શાહરૂખ ખાને જણાવ્યું…

Trending Entertainment
શાહરૂખ

બોલિવૂડના ફેમસ એક્ટર શાહરૂખ ખાન અને ગૌરી ખાનની જોડી હિન્દી સિનેમાની ફેવરિટ કપલ્સમાંથી એક છે. શાહરૂખ ખાન અને ગૌરી વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ 25 ઓક્ટોબર, 1991ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. લગ્નમાં, શાહરૂખ ખાનને તેના સાસરિયા તરફથી કુકરી એટલે કે કટાર મળી હતી, જે ઘણીવાર પંજાબી લગ્નોમાં વરરાજાને આપવામાં આવે છે. પરંતુ અભિનેતા કટાર લઈને પત્રકારના ઘરે પહોંચી ગયો હતો. એટલું જ નહીં તેણે પત્રકારના પગ પર પણ હુમલો કર્યો હતો.

a 9 ગૌરીના કારણે કટાર લઈને પત્રકારના ઘરે પહોંચ્યા હતો શાહરુખ ખાન, પગ પર કર્યો હતો વાર

આ પણ વાંચો : ત્રણ દિવસ બાદ રજનીકાંતને હોસ્પિટલમાંથી અપાઈ રજા, જાણો હવે કેવી છે તબિયત

આ વાતનો ખુલાસો ખુદ શાહરૂખ ખાને તહલકા મેગેઝીનના એક કાર્યક્રમ દરમિયાન કર્યો હતો. શાહરૂખ ખાને કહ્યું હતું કે તે સમયે મેં ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. તેના આ કૃત્ય માટે અભિનેતાને જેલમાં જવું પડ્યું હતું. શાહરૂખ ખાને જણાવ્યું હતું કે ‘કભી હા કભી ના’ના શૂટિંગ દરમિયાન એક પત્રકારે તેના અને કો-સ્ટારના અફેરના સમાચાર પ્રકાશિત કર્યા હતા.

a 4 ગૌરીના કારણે કટાર લઈને પત્રકારના ઘરે પહોંચ્યા હતો શાહરુખ ખાન, પગ પર કર્યો હતો વાર

શાહારુખ ખાને જણાવ્યું હતું કે ગૌરી ખાન આ સમાચારથી નારાજ થઈ ગઈ હતી અને વિચારવા લાગી હતી કે શું તેણે અભિનેતા સાથે લગ્ન કરીને કોઈ ભૂલ કરી છે. અભિનેતાએ આ વિશે કહ્યું હતું કે, “તે સમયે મેં ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. મારે જેલમાં પણ જવું પડ્યું. મારા સસરાએ મને કટાર આપી, જેમ પંજાબીઓ લગ્નમાં કરે છે. હું તે કટાર લઈને પત્રકારના ઘરે પહોંચ્યો.

a 5 ગૌરીના કારણે કટાર લઈને પત્રકારના ઘરે પહોંચ્યા હતો શાહરુખ ખાન, પગ પર કર્યો હતો વાર

આ પણ વાંચો :અનુષ્કાએ દીકરી સાથે હેલોવીન પાર્ટી સેલિબ્રેટ કરી,જોઇલો તસ્વીરો…

આ કિસ્સો શેર કરતા શાહરૂખ ખાને આગળ કહ્યું, “મારા સસરા આર્મી ઓફિસર છે, તેમણે કહ્યું કે તમારે મારી દીકરીની રક્ષા કરવી પડશે. તેમની પુત્રીને કોઈ કંઈ કહેતું ન હતું, પરંતુ મને લાગ્યું કે તે એક સારું હથિયાર છે.” શાહરૂખ ખાને પત્રકારના ઘરે જઈને તેના પગ પર વાર કર્યો હતો. આ ઘટના બાદ બીજા જ દિવસે પોલીસ ફિલ્મના સેટ પર પહોંચી અને તેમને પોતાની સાથે લઈ ગઈ હતી.

આપને જણાવી દઈએ કે, શરૂઆતમાં ગૌરી ખાનનો પરિવાર નહોતો ઈચ્છતો કે તે શાહરુખ સાથે લગ્ન કરે. ગૌરી ખાનની માતા એક તરફ અભિનેતાને નફરત કરતી હતી, તો તેના ભાઈએ પણ અભિનેતાને બંદૂકની અણી પર ધમકી આપી હતી.

આ પણ વાંચો :આર્યન ખાન ઘરે પહોંચતા જ ગૌરી અને શાહરૂખને ગળે વળગી રડ્યો, જાણો પછી શું થયું…

આ પણ વાંચો : પાર્ટીમાં ડાન્સ કરતાં અંકિતા લોખંડેએ બધાની સામે બોયફ્રેન્ડને કરી KISS, જુઓ

આ પણ વાંચો :ઉર્મિલા માતોંડકર થઈ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી