વૈશ્વિક બજારોમાં આજે સકારાત્મક વલણ વચ્ચે ઈન્ફોસિસ, ભારતી એરટેલ અને HDFC જેવા મોટા શેરોમાં ઉછાળાને પગલે સોમવારે શરૂઆતનાં ટ્રેડિંગમાં સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. આ દરમિયાન, 30 શેરવાળા સૂચકાંક 506.20 પોઈન્ટ અથવા 0.85 ટકાનાં વધારા સાથે 59,813.13 પર ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે, નિફ્ટી 158.40 પોઈન્ટ અથવા 0.90 ટકા વધીને 17,830.05 પર પહોંચ્યો હતો.
આ પણ વાંચો – Political / દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઉચ્ચ સ્તરીય બેઠક
સેન્સેક્સમાં સૌથી વધુ ત્રણ ટકાનો ઉછાળો ભારતી એરટેલમાં જોવા મળ્યો હતો. આ સિવાય HCL Tech, Tata Still, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ અને એક્સિસ બેંક પણ ટોપ ગેનર્સમાં હતા. બીજી તરફ, M&M, Bajaj Finserv, Dr Reddy’s, HUL અને Reliance Industriesમાં ઘટાડો થયો હતો. અગાઉનાં સત્રમાં, 30 શેરવાળા સૂચકાંક 677.77 પોઈન્ટ અથવા 1.13 ટકા ઘટીને 59,306.93 પર અને નિફ્ટી 185.60 પોઈન્ટ અથવા 1.04 ટકા ઘટીને 17,671.65 પર હતો. શેરબજારનાં અસ્થાઇ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શુક્રવારે કુલ ધોરણે રૂ. 5,142.63 કરોડનાં શેરનું ટ્રેડિંગ કર્યું હતું. દરમિયાન, આંતરરાષ્ટ્રીય ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.33 ટકા ઘટીને 83.44 ડોલર પ્રતિ બેરલ થયું હતું.
આ પણ વાંચો – ગંભીર આરોપ / નવાબ મલિકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ પર લગાવ્યો ગંભીર આરોપ,CBI તપાસની માંગ
વળી બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ની ટોચની 10 સેન્સેક્સ કંપનીઓમાંથી નવની માર્કેટ મૂડી (માર્કેટ કેપ) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 2,48,542.3 કરોડ ઘટી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) અને HDFC બેન્કને સૌથી વધુ નુકસાન થયું હતું. જોકે, ટોચની 10 કંપનીઓમાં માત્ર ICICI બેન્કની માર્કેટ કેપમાં વધારો થયો છે. રિપોર્ટિંગ સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 56,741.2 કરોડ ઘટીને રૂ. 16,09,686.75 કરોડ થયું હતું. HDFC બેન્કનું માર્કેટ વેલ્યુએશન રૂ. 54,843.3 કરોડ ઘટીને રૂ. 8,76,528.42 કરોડ થયું હતું, જ્યારે Tata Consultancy Services (TCS)નું માર્કેટ વેલ્યુએશન રૂ. 37,452.9 કરોડ ઘટીને રૂ. 12,57,233.58 કરોડ થયું હતું. સપ્તાહ દરમિયાન ઈન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 27,678.78 કરોડ ઘટીને રૂ. 7,01,731.59 કરોડ અને કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટકેપ રૂ. 27,545.09 કરોડ ઘટીને રૂ. 4,03,013 કરોડ થયું હતું. બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ પણ રૂ. 18,774.8 કરોડ ઘટીને રૂ. 4,46,801.66 કરોડ થયું હતું, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટકેપ રૂ. 14,356 કરોડ ઘટીને રૂ. 5,62,480.40 કરોડ થયું હતું.