- મોટી સંખ્યા માં મૃત માછલીઓ તણાઈ આવતા સ્થાનિકો માં ચિંતા નો માહોલ
- ઔરંગા નદી ના કિનારે આવેલ ગામ ભાગડાખૂર્ડ માં મોટી સંખ્યા માં મૃત માછલીઓ તણાઈ આવતા સ્થાનિકો ભેગા થયા
- સ્થાનિકો ના જણાવ્યા મુજબ કોઈ ઈસમ દ્વારા કેમિકલ છોડવા ને કારણે માછલીઓ મૃત્યુ પામી..
- યોગ્ય તપાસ થાય તે માટે ગ્રામજનો કરી રહ્યા છે માંગ
વલસાડની ઔરંગા નદીમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી છે. નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે મોત થયું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
વલસાડની ઔરંગા નદીમાં આજરોજ મોટી સંખ્યામાં મૃત માછલીઓ તણાઈ આવી હતી. નદી કિનારે આવેલ ભાગડાખુર્ડ ગામમાં મોટી સંખ્યામાં મૃત અવસ્થામાં માછલીઓ તણાઈ આવતા સ્થાનિકો ચિંતામાં મુકાયા હતા. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોઈક અજાણ્યા ઈસમ દ્વારા નદીમાં કેમિકલ છોડવાના કારણે આ માછલીઓના મોત થયા છે. હાલ તંત્ર રજાના માહોલમાં વ્યસ્ત છે, જેથી જાન કરવા છતાંય કોઇપણ અધિકારી કે કર્મચારી સ્થળ પર પહોંચ્યા નહીં. ગ્રામજનો દ્વારા આ અંગે યોગ્ય તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે.
World / પાકિસ્તાની સૈન્ય અને તાલિબાન વચ્ચે ગોળીબાર જાણો શું છે ઝઘડાનું કારણ ?
launch / આજે નાસા લોન્ચ કરશે વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ, આ રીતે જોઈ શકાશે લાઈવ સ્ટ્રીમ