ઠંડી/ ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડી, ઉત્તર ભારતમાં હિમપ્રાતના લીધે ઠંડીનો ચમકારો,હવામાન વિભાગે આપી આ ચેતવણી

ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે, પવનના કારણે ઠંડીનો તાપમાન ગગડ્યો હતો જેના લીધે ઠંડીનું પ્રમાણ ખુબ વધ્યું છે. અમદાવાદમાં ભારે સુસવાટા સાથે પવન ફૂંકાતા શહેરીજનો ઠુંઠવાયા હતા

Top Stories Gujarat
1 21 ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડી, ઉત્તર ભારતમાં હિમપ્રાતના લીધે ઠંડીનો ચમકારો,હવામાન વિભાગે આપી આ ચેતવણી
  • અમદાવાદ શહેરમાં ઠંડીનો ચમકારો
  • સુસવાટા મારતા ઠંડા પવનોને કારણે શહેરીજનો ઠુંઠવાયા
  • ઉત્તર ભારતમાં હિમ પ્રપાતને કારણે ઠંડા પવનો શરુ
  • ફરી એકવાર શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો
  • વધુ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી
  • નલિયા 08 ડીગ્રી,અમદાવાદ11.6 ડીગ્રી તાપમાન
  • ડીસા 08 ડીગ્રી,ભુજ 11.6 ડીગ્રી,તાપમાન

gujarat cold    ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે, પવનના કારણે ઠંડીનો તાપમાન ગગડ્યો હતો જેના લીધે ઠંડીનું પ્રમાણ ખુબ વધ્યું છે. અમદાવાદમાં ભારે સુસવાટા સાથે પવન ફૂંકાતા શહેરીજનો ઠુંઠવાયા હતા .ગુજરાતમાં પવન સાથે હાડ થીજવી ઠંડી પડી રહી છે. ભારતમાં હિમપ્રાતના લીધે ભારે પવન ફૂંકાયો હતો જેના લીધે કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદ શહેરમાં ફી એકવાર ઠંડીનું તાપમાન ગગડ્યો છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી આપતા જણાવ્યું હતું કે  રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હજુપણ વધશે. અમદાવાદમાં આજે 11.6 ડિગ્રી જોવા મળી હતી અને સૈાથી વધુ ઠંડી નલિયામાં જોવા મળી હતી. નલિયામાં તાપમાન 8 ડિગ્રી જોવા મળી હતી. ડિસામાં 8 અને ભૂજમાં 11.6 ડિગ્રી તાપમાન જોવા મળ્યો હતો.

નવા વર્ષના પ્રથમ દિવસથી રાજધાની દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં શરૂ થયેલી તીવ્ર ઠંડી, ગાઢ ધુમ્મસ અને શીત લહેરથી કોઈ રાહત નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, રવિવારથી તેની તીવ્રતામાં ઘટાડો થવાની ધારણા છે. તેમના મતે, 7 જાન્યુઆરી પછી પશ્ચિમ હિમાલયના પ્રદેશો જેવા કે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની પણ અપેક્ષા છે.IMD અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે સવારે દિલ્હીમાં આ સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને તે રાષ્ટ્રીય રાજધાની ધર્મશાલા, નૈનીતાલ અને દેહરાદૂન કરતાં વધુ ઠંડુ હતું. ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટીને 200 મીટર થઈ ગઈ છે, જેના કારણે માર્ગ અને રેલ પરિવહનને અસર થઈ છે.