બનાસકાંઠા/ લંપીની શિકાર ગાય માતાનો પોકાર….અમને ગાયમાતાનો દરજ્જો તો આપ્યો પણ બચવશે કોણ… ?

હવે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે કે રખડતી ગાયો માતા ન હોય અને માતા હોય તો રખડતી ન હોય, લંપી વાયરસે કરી ગાયમાતાની દુર્દશા

Top Stories Gujarat Others
Untitled14752 1 1 લંપીની શિકાર ગાય માતાનો પોકાર....અમને ગાયમાતાનો દરજ્જો તો આપ્યો પણ બચવશે કોણ... ?

લંપી વાયરસના કારણે અનેક જિલ્લામાં ગાયો મોતને ભેટી છે. કચ્છમાં કાળો કેર છે. તો બનાસકાંઠામાં પણ માઝા મૂકી છે. લંપી વાયરસ એ જો વાત ધાનેરા તાલુકા ના મગરાવા ગામ ની કરવામાં આવે તો 450 કરતા વધુ એક્ટિવ કેશ છે. અને જિલ્લા માં 2251 એક્ટિવ કેશ છે ત્યારે જિલ્લામાં મોતનો આક પણ 42 છે. પણ જમીની હકીકત કઈક અલગ છે. વાત મગરાવા ની કરીયે તો સ્થાનિકો 600 કરતા વધુ ગાયો સંક્રમિત નો દાવો કરી રહ્યા છે. 100 કરતા વધુ પશુઓ આ જ ગામ માં મોત ને ભેટ્યા છે.

Untitled14752 1 2 લંપીની શિકાર ગાય માતાનો પોકાર....અમને ગાયમાતાનો દરજ્જો તો આપ્યો પણ બચવશે કોણ... ?

અહીંયા મહત્વની વાત એ પણ છે કે આપણે ગાયને માતાનો દરજ્જો આપ્યો છે. ગાય હિંદુ ધર્મમાં પવિત્ર મનાય છે. દેવી સ્વરૂપે પૂજાય છે. અને આ જ ગાય માતા મોત ને ભેટતા બે બે દિવસ મૃતદેહ  રઝળતા જોવા મળી રહ્યા છે. મીડિયા એ સમાચાર રૂપી કાન આમળતા તંત્ર એ મોડી સાંજે મૃત ગાયોની અંતિમવિધિ કરી હતી.  જો કે કરી એ જ મહત્વ ની બાબત છે કારણ કે તમામ ગાયો વાયરસ ચેપી છે.  જે અન્ય ને સંક્રમિત કરે એવી પરિસ્થિતિ હતી.

સવાલ હવે એ ઉભો થયો કે ગાયો માટે ઘણા પાળિયા બન્યા છે. તો અનેક લોકો પણ ઘણા ભૂતકાળ માં શહીદ થયા છે. ગાયો માટે અનેક આંદોલન થયા છે. ગાયો માટે પંચાયતથી સરકાર સુધી મુદા ઉપડ્યા છતાં આ જ ગાય માતા ની આ દુર્દશા.. ક્યાં ગયા ગાયો ની રખેવાળીનો ઠેકો લેનારા….

Untitled14752 1 3 લંપીની શિકાર ગાય માતાનો પોકાર....અમને ગાયમાતાનો દરજ્જો તો આપ્યો પણ બચવશે કોણ... ?

અહીંયા ગાય એ એક દૂધ આપનાર પશુ નથી.  હિંદુ સમાજની આસ્થા જોડાયેલ છે. માતા તરીકે પૂજાતી ગાયોની આ દશા હૃદય હચમચાવી નાખે છે. ગોકુળમાં મોજ કરતી ગાયો આજે બંધ આંખે રડી રહી છે કે શું અમને માતાનો દરજ્જો આ માટે આપ્યો હતો… કોરોના કાળમાં શ્વાસ લેવા ફાંફાં મારતો માનવી આજે નિર્દય બની ગયો છે.

Untitled14752 1 4 લંપીની શિકાર ગાય માતાનો પોકાર....અમને ગાયમાતાનો દરજ્જો તો આપ્યો પણ બચવશે કોણ... ?

લંપી વાયરસ ના કારણે ભોગ બનતા પશુઓને ન બચાવી શકાય એ કદાચ માની લઈએ પણ હવે એ નક્કી કરવાનો સમય આવી ગયો છે કે રખડતી ગાયો માતા ન હોય અને માતા હોય તો રખડતી ન હોય માનવી એ હવે માનવી થઈ માનવતા દાખવવી પડશે. કેમકે ગાય હિંદુ સંસ્કૃતિમાં માતા મનાય છે અને એની જ દુદર્શા કઈ રીતે જોઈ શકાય ? એટલે જ મૃત ગાયોના મૃતદેહ જાણે પોકાર કરી રહ્યા છે કે અમને  મા કહી ને આ રીતે તરછોડી નહોતી દેવી…

Science/ ધરતી પર પડ્યો ચાઈનીઝ રોકેટનો કાટમાળ, અવકાશમાંથી આવી રહેલી આફત જોઈ લોકો થયા બેહાલ