Video/ ગૃહ રાજ્યમંત્રી બાદ CM ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો, જુઓ વીડિયો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્રિકેટમાં હાથ અજમાવ્યો છે. સુરત ખાતે મેયર્સ કપના આયોજનમાં મુખ્યમંત્રીએ બેટિંગ કરી હતી.

Gujarat Others
CM ભૂપેન્દ્ર

ગૃહ રાજ્યમંત્રી બાદ CMએ ક્રિકેટ પર હાથ અજમાવ્યો છે.સુરત ખાતે મેયર્સ કપમાં મુખ્યમંત્રી ક્રિકેટ રમ્યા હતા.બેટ લઈને આકર્ષક અંદાજમાં શોટ્સ રમ્યા હતા.ઓલ ગુજરાત ઇન્ટરકોર્પોરેશન મેયર્સ કપમાં CM હાજર રહ્યા હતા.8 મનપાના મેયર અને કમિશ્નરની ટીમોએ  ભાગ લીધો હતો.CMએ તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વેલિયન્ટ પ્રીમિયલ લીગની ટ્રોફી ખુલ્લી મુકી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના ગ્રામિણ ખેલાડીઓને આગળ વધવા માટે મદદ કરવાનુ વચન તેઓએ આપ્યુ હતુ. આ દરમિયાન CMએ વિપુલ નારીગરા સામે ક્રિકેટના પ્રેમને રોકી શક્યા નહોતા અને ઈંગ્લીશ વિલો બેટ ખેલાડી પાસે માંગી લીધુ હતુ. આમ તેમનો ક્રિકેટનો શોખ અચાનક જાગી ઉઠ્યો હતો. તેઓ બેટને મેળવવાની તમન્નાને રોકી શક્યા નહોતા. તેઓએ બેટને જોઈને જ કહ્યુ હતુ કે, હું પણ ક્રિકેટનો શોખીન છું. મારે પણ આવુ બેટ જોઈએ છે. તેમની ઈચ્છાને જોઈને પ્લેયર્સે પણ તેમને બેટ ગીફ્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી. વિપુલ નારીગરાએ મુખ્યમંત્રીને બેટ ગિફ્ટ કર્યુ હતુ.

આ પણ વાંચો:ગઈ કાલે કાશ્મીરી પંડિતની હત્યા તો આજે SPOને મારી ગોળી

આ પણ વાંચો: કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને AAPનું ખુલ્લું આમંત્રણ,પાર્ટીમાં જોડાશે તો ખભે બેસાડીશું…

આ પણ વાંચો:  ખેડૂત પરિવારની પુત્રીને ધો.12 સાયન્સમાં 99.91 ટકા અને ગુજકેટમાં 99.10 ટકા

આ પણ વાંચો:  એક શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓએ જીલ્લામા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમાંક મેળવી અનોખી સિધ્ધી હાંસલ કરી