જામનગર,
જામનગરનાં ખ્યાતનામ દિગ્જામ શો રૂમનો માલિક રિસીકેશ રાઠી દારૂ સાથે ઝડપાયો હતો. સીટી બી ડિવિઝન પોલીસે સેક્શન રોડ પરથી તેને ઝડપ્યો હતો. તેની કાર માંથી 11 બોટલ દારૂ નીકળતા તેને આંતરી લેવામાં આવ્યો તેમજ તેની કારને પણ પોલીસ દ્વારા કબજે કરાઈ. આરોપી ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટ મહેતાના જમાઈ છે તેમ જાણવા મળ્યુ છે. ત્યારબાદ રાજકીય ભલામણોનો દોર પણ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા વધુ તટસ્થ કાર્યવાહી હાથ ધરવામાં આવી.
