Gujarat News : ગુજરાત પોલીસ (Gujarat Police)વિભાગમાં લાંબા સમયથી બદલીની રાહ જોઈ રહેલા કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની મંજૂરી બાદ રાજ્યના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 કર્મચારીઓની આંતરજિલ્લા બદલી (414 Employees Transfer)કરવામાં આવી છે. આ નિર્ણયમાં કર્મચારીઓ (Police Employees)ની વ્યક્તિગત અને કૌટુંબિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
414 પોલીસ કર્મચારીઓની બદલી

પોલીસ વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, UPC અને ULR કક્ષાના 226, APC અને ALR કક્ષાના 129 તેમજ UHC અને AHC કક્ષાના 59 કર્મચારીઓની બદલી (Police Transfer)કરવામાં આવી છે. આ કર્મચારીઓને તેમની નવી ફરજના સ્થળે નિયમ મુજબ હાજર થવાની સૂચના આપવામાં આવી છે.
પતિ-પત્નીની રજૂઆતોને પણ ધ્યાનમાં લેવાઈ
બદલી પ્રક્રિયા દરમિયાન કર્મચારીઓ તરફથી કરવામાં આવેલી વિવિધ રજૂઆતોનો વિચાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તેવા કિસ્સાઓમાં કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત અન્ય કૌટુંબિક કારણો અને વ્યક્તિગત પરિસ્થિતિઓને પણ ધ્યાને લેવામાં આવી છે.
અમદાવાદ, સુરત સહિત અનેક એકમોમાં ફેરફાર
બદલીના આદેશમાં અમદાવાદ શહેર, સુરત શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નવસારી, વલસાડ અને જૂનાગઢ સહિતના અનેક પોલીસ એકમોના કર્મચારીઓ (Police Employees)નો સમાવેશ થાય છે.
કેટલાક કર્મચારીઓને શહેરમાંથી અન્ય જિલ્લામાં અને કેટલાકને ગ્રામ્ય પોલીસ એકમમાંથી શહેરમાં નવી ફરજ સોંપવામાં આવી છે.
નવી જગ્યાએ સમયસર હાજર થવું પડશે
બદલી પામેલા કર્મચારીઓ(Police Employees)એ નિર્ધારિત સમયમર્યાદામાં નવી જગ્યાએ ફરજ સંભાળવાની રહેશે. નવી જગ્યાએ હાજર થયા બાદ જૂની જગ્યાએ પરત બદલી માટે તાત્કાલિક રજૂઆત કરવાની મંજૂરી નહીં મળે તેવી શરત પણ મૂકવામાં આવી છે.
જે કર્મચારીઓ સામે વિભાગીય તપાસ અથવા ગંભીર ગુનાની તપાસ જેવી કાર્યવાહી ચાલી રહી છે, તેમના મામલે પણ આદેશમાં જરૂરી શરતો રાખવામાં આવી છે. આવા કર્મચારીઓએ નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવી પડશે.
