Mahesana News/ મહેસાણાના બેચરાજીના દેલપુરા ગામમાં 8 બાળકોએ ઝેરી ફળ ખાતાં તબિયત લથડી

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના દેલપુરા ગામમાં 8 બાળકોને ઝેરી ફળ ખાઈ લેતા ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.

Gujarat Top Stories Others Breaking News

Mahesana News: મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના દેલપુરા ગામમાં 8 બાળકોને ઝેરી ફળ ખાઈ લેતા ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. ગામની શાળામાં ઉછરેલા અજાણ્યા ઝાડનું ફળ ખાઈને બાળકોને ઝેરી અસર થઈ હોવાની માહિતી મળી છે. જેમાં 8 બાળકોને બહુચરાજી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જે બાદ તેને વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બાળકોને વધુ સારવાર માટે મહેસાણા મોકલાયા 

બેચરાજી તાલુકાના દેલપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો રમતા હતા. દરમિયાન આઠ બાળકોએ શાળાના પટાંગણમાં ઉગેલા અજાણ્યા વૃક્ષનું ફળ ખાધું હતું અને ઝેરી ફળ ખાઈ લેતાં તમામને 108 મારફતે સારવાર માટે બેચરાજી સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં બેચરાજી સિવિલના તબીબે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા સિવિલમાં દાખલ કર્યા હતા.

દર્દી કલ્યાણ સમિતિના સભ્ય પરેશ પટેલે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં મારા રોકાણ દરમિયાન 108 એમ્બ્યુલન્સ બે-ત્રણ વખત આવી અને મેં જોયું કે તેઓ દેલપુરા ગામની પ્રાથમિક શાળાના બાળકો હતા. આ બાળકોએ જે ફળ ખાધું હતું અને તેમની સાથે લાવ્યું હતું તે મેં ગૂગલ પર ચેક કર્યું ત્યારે મને જાણવા મળ્યું કે તે જટ્રોફા નામનું ફળ હતું. બાળકોની હાલત અત્યંત ગંભીર હતી, જેના કારણે તેમને મહેસાણા રીફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક શાળામાં નાના બાળકો અભ્યાસ કરતા હોવાથી વૃક્ષારોપણ વખતે વન અધિકારીને જાણ કરી યોગ્ય વૃક્ષનું વાવેતર કરવું જોઈએ.

બાળકોને ઝાડા અને ઉલ્ટી થઈ હતી

ડો.અંકિત પટેલે જણાવ્યું કે શાળામાં 2 થી 10 વર્ષની વયના 8 બાળકો રમતા હતા. જ્યાં અજાણ્યા ફળ ખાધા બાદ તેની તબિયત લથડી હતી. બાળકોએ ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને તેઓ ઝેરના પ્રભાવ હેઠળ હતા. હાલ બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહેસાણા સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દેવગઢ બારિયાઃ DLLS હોસ્ટેલમાં બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર, સતાધીશોએ સેવ્યું મૌન

આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી

આ પણ વાંચો: બાવળાના ઝેકડા ગામે ફૂડ પોઇઝનિંગથી નવ વર્ષની બાળકીનું મોત, 6 લોકોની હાલત ગંભીર