Not Set/ બંગાળમાં TMC મોટી જીત માટે તૈયાર, આ વચ્ચે પ્રશાંત કિશોરે લીધો સંન્યાસનો નિર્ણય

બંગાળમાં ટીએમસીની હવે મોટી જીત માટે તૈયાર છે અને ભાજપ 100 નો અંક સ્પર્શ કરાથી ઘણી પાછળ તેમ છતા પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ચૂંટણીલક્ષી કામ છોડી દેવાની ઘોષણા કરી દીધી છે.

Top Stories India

પશ્ચિમ બંગાળમાં આ વખતે મમતા બેનર્જીની ટીએમસીની ચૂંટણી પ્રચારથી લઇને વ્યૂહરચના સુધીની મુખ્ય ભૂમિકા ભજવનાર પ્રશાંત કિશોર હવે ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે કામ નહી કરે. હવે બંગાળ ટીએમસીની મોટી જીત માટે તૈયાર છે અને ભાજપ 100 નો અંક સ્પર્શ કરાથી ઘણી પાછળ તેમ છતા પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓમાં ચૂંટણીલક્ષી કામ છોડી દેવાની ઘોષણા કરી દીધી છે.

પ.બંગાળ મત ગણતરી / પ્રશાત કિશોરે ચૂંટણી પંચ પર લગાવ્યો આક્ષેપ, કહ્યુ- જો તે પક્ષપાત ન કરતુ તો…

પશ્ચિમ બંગાળ સહિત 5 વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આજે આવી રહ્યા છે અને પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ વલણોમાં જોરદાર લીડ લઈ રહી છે અને આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યુ છે. વળી ટીએમસીની ચૂંટણી વખતે એક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે એક મોટી જાહેરાત કરી છે. એક ખાનગી ન્યૂઝ ચેનલને તેમણે કહ્યુ છે કે, તેઓ હવે ચૂંટણી વ્યૂહરચનાકારનું કામ છોડી દેશે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે, હવે તેઓ આ જગ્યા ખાલી કરી રહ્યા છે, તેમનુ કહેવુ છે કે, હવે તેઓ ભવિષ્યમાં ચૂંટણીની રણનીતિ બનાવવાનું કામ કરશે નહીં. પ્રશાંત કિશોરે કહ્યું કે, હવે તેઓ આ કાર્ય છોડી દેશે, જોકે આગામી સમયમાં તે શું કરવા જઈ રહ્યા છે તે અંગે તેમણે હજી સુધી કોઇ ખુલાસો કર્યો નથી.

પ.બંગાળ પરિણામ / મમતા બેનર્જીની ધમાકેદાર જીત, ભાજપનાં શુભેન્દુ અધિકારીની સામે 1200 મતોથી મેળવી જીત

પ્રશાંત કિશોરે કહ્યું કે, ભાજપને ધર્મનો ઉપયોગ કરવાથી લઇને મતદાન કાર્યક્રમો અને નિયમોમાં ઢીલાશ દેવા સુધી, ચૂંટણી પંચે ભગવા પાર્ટીની ખૂબ મદદ કરવા માટે બધુ જ કર્યુ. તેમનુ કહેવુ છે કે, આ પ્રકારનો પક્ષપાતી ચૂંટણી પંચ ક્યારે જોયો નથી. તેણે ભાજપની મદદ માટે તમામ પગલા ભર્યા, ચૂંટણી પંચ ભાજપનાં સહયોગી તરીકે કામ કરતુ રહ્યુ છે. નોંધનીય છે કે પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, જો ભાજપ 100 બેઠકો જીતે છે, તો તેઓ ચૂંટણી વ્યૂહરચનાનું કામ છોડી દેશે, 21 ડિસેમ્બર 2020 નાં રોજ કરેલા તેમના ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે, “મીડિયાનાં આટલા હાઈપ પછી પણ ભાજપ પશ્ચિમ બંગાળમાં બે અંકનાં આંકડાને પાર કરી શકશે નહીં. આ ટ્વીટ સાચવો અને જો ભાજપ આના કરતા સારું કરે તો હું મારી નોકરી છોડી દઇશ.