Ahmedabad News: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ (Ahmedabad Railway) વિભાગ હેઠળ સાણંદ-ચારોડી-વિરોચનગર-જાખવાડા રેલ સેક્શન પર નોન-ઇન્ટરલોકિંગ (Non-Interlocking) કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી 8 ઓગસ્ટ, 2026 (શનિવાર)ના રોજ કુલ 7 લેવલ ક્રોસિંગ રોડ ટ્રાફિક માટે અસ્થાયી રીતે બંધ (Railway Level Crossing Closure) રાખવામાં આવશે. આ કામગીરી ટ્રેન સંચાલનની સલામતી અને ભવિષ્યમાં વધુ સુવ્યવસ્થિત રેલ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહી છે.
આવતીકાલે 6 તારીખના રોજ અમદાવાદ-હાવડા એક્સપ્રેસનો સમય બદલાયો
ઓપરેશનલ કારણોસર ટ્રેન નં. 12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસને 06.08.2026 ના રોજ 05:05 વાગ્યે ઉપડવાનો સમય બદલવામાં આવ્યો છે, જે તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 00:25 કલાકે હતો.મુસાફરોને વિનંતી છે કે તેઓ સુધારેલા પ્રસ્થાન સમયની નોંધ લે અને તે મુજબ તેમની મુસાફરીનું આયોજન કરે.
Railway Level Crossing Closure: સવારે 5થી રાત્રે 8 વાગ્યા સુધી રહેશે બંધ
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર તમામ નિર્ધારિત લેવલ ક્રોસિંગ 8 ઓગસ્ટે સવારે 5:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી ટ્રાફિકની અવરજવર સરળતાથી ચાલુ રહી શકે.
કયા લેવલ ક્રોસિંગ રહેશે બંધ?
નોન-ઇન્ટરલોકિંગ કાર્ય દરમિયાન નીચે મુજબના લેવલ ક્રોસિંગ રોડ ટ્રાફિક માટે બંધ રહેશે:
સાણંદ-ચારોડી રેલ સેક્શન: લેવલ ક્રોસિંગ ગેટ નંબર 23, 24 અને 25
ચારોડી-વિરોચનગર રેલ સેક્શન: લેવલ ક્રોસિંગ ગેટ નંબર 33 અને 34
વિરોચનગર-જાખવાડા રેલ સેક્શન: લેવલ ક્રોસિંગ ગેટ નંબર 36
જાખવાડા યાર્ડ: લેવલ ક્રોસિંગ ગેટ નંબર 37A
સુરક્ષિત ટ્રેન સંચાલન માટે મહત્વપૂર્ણ કામગીરી
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય રેલવેના સિગ્નલિંગ અને ટ્રેક સિસ્ટમને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવાનો મહત્વપૂર્ણ ભાગ છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેન સંચાલનમાં વધુ સલામતી, વિશ્વસનીયતા અને સરળતા સુનિશ્ચિત થશે.
વાહનચાલકોને અપાઈ સૂચના
પશ્ચિમ રેલ્વેએ સ્થાનિક વાહનચાલકો અને મુસાફરોને અગાઉથી મુસાફરીનું આયોજન કરવાની અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. બંધ દરમિયાન લેવલ ક્રોસિંગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા તેમજ ટ્રાફિક અને રેલવે તંત્રની સૂચનાઓનું પાલન કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘મારી પાસે માહિતી આવે છે તો પોલીસ પાસે કેમ નહીં?’ વડોદરાની યુવતીનો વાયરલ વીડિયો ચર્ચામાં
આ પણ વાંચો: વડોદરામાં કારની અડફેટે બાળકનું મોત, જમનાબાઈ હોસ્પિટલના ડોક્ટર સામે ફરિયાદ
આ પણ વાંચો: ગ્લાસગોથી ગુજરાત સુધી CWG ફ્લેગનું ગૌરવપૂર્ણ આગમન, હવે અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030 તરફ દેશની નજર
