Vadodra News : વડોદરામાં પતિએ પત્ની પર કરેલા ફાયરિંગના કેસમાં માંજલપુર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં પતિએ પત્ની પર નજર રાખવા માટે ઘરની બહાર CCTV લગાવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ફાયરિંગ પહેલાના CCTV સામે આવ્યા છે. આ CCTVમાં મહિલા તેના બે માણસો સાથે મકાનની કંપાઉન્ડ વોલ કૂદતી દેખાય છે. આ ઉપરાંત તેઓનો વાર્તાલાપ સંભળાય છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ બંદૂકની વાત કરે છે. તો સામેવાળા લોકો બંદૂક લઈ આવો તેમ કહે છે. પોલીસે આરોપી પતિને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરામાં પતિએ પત્ની પર કરેલા ફાયરિંગના કેસમાં ફાયરિંગ પહેલાના CCTV સામે આવ્યા છે. જેમાં પત્ની, તેની કેરટેકર અને રવી નામના શખ્સ સાથે પતિના ઘરના કમ્પાઉન્ડની દિવાલ કૂદીને અંદર જાય છે અને મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. જેથી સિક્યુરિટી ગાર્ડ તેમને રોકવાનો પ્રયાસ કરે છે. તેમ છતાં આ લોકો ઘરમાં ઘૂસે છે. સિક્યુરિટી ગાર્ડ કહે છે કે, કેમેરા ચાલુ છે બે મિનિટ રોકાઈ જાવ, ખોટું લફડું થઈ જશે. આ સમયે સિક્યુરિટી ગાર્ડ એ હતું કે, બહાર નીકળો. તેમ છતાં સિક્યુરિટી ગાર્ડની વાત ન સાંભળીને તેઓ ઘરમાં ઘૂસી જાય છે.
આ સમયે સિક્યુરિટી ગાર્ડ કોઈની સાથે ફોન પર વાત કરે છે અને કહે છે કે, આ લોકો મારી વાત સાંભળતા નથી અને જબરજસ્તી કરે છે. આ સમય મહિલા કહે છે કે, મારા મકાનના દસ્તાવેજ કાઢો. આ સમયે સિક્યુરિટી ગાર્ડ બંદૂકની વાત કરે છે. જેથી રવિ કહે છે કે, બંદૂક લઇ આવો કંઈ પણ નહીં આવે બંદૂકની ધમકીની આપવાની. આ સમયે મહિલા પણ કહે છે કે બંદૂકની ધમકી કેમ આપે છે?વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા હરમિંદર શર્મા એરફોર્સમાંથી અને ONGCમાંથી નિવૃત થયેલા છે. હરમિંદર અને તેમના પત્ની નિલમ શર્મા વચ્ચે લાંબા સમયથી મિલ્કતને લઈ વિવાદ ચાલી રહ્યો છે.
નિલમ શર્મા આજે સિક્યુરિટી ગાર્ડ અને તાળુ તોડવાવાળા વ્યકિત સાથે માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રીજીધામ સોસાયટીમાં પહોંચ્યા હતા. અહીં પતિ હરમંદિર શર્મા સાથે ઝઘડો થતા પતિએ ઉશ્કેરાઈને પોતાના પાસે રહેલી બારબોર રાયફલમાંથી ફાયરીંગ કરતા નિલમ શર્મા, સિક્યુરિટી ગાર્ડ અને તાળુ તોડવા આવેલા વ્યકિતને ઈજા પહોંચી હતી.
પત્ની ચારથી પાંચ માણસોને સાથે લઈને પતિના ઘરે ગઈ હતી. ઘરનું તાળું તોડવા માટે એક યુવકને લઈને પણ સાથે ગઈ હતી. આ દરમિયાન પતિએ ફાયરિંગ કર્યું હતું. જેથી ઝપાઝપીમાં રાયફલ પણ તૂટી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, પતિ જ્યારે લંડન ગયો ત્યારે પત્ની તેના ઘરમાં ઘૂસી ગઈ હતી અને તેના ઘરમાં રહેવા લાગી હતી.પત્ની નિલમબેન શર્મા પર તેના જ પતિ હરવિંદર શર્માએ ફાયરિંગ કર્યું હતું. દંપતી વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટી બાબતે વિવાદ ચાલી રહ્યો છે.
ગઈકાલે સવારે બંને વચ્ચે થયેલી બોલાચાલી અંગેની ફરિયાદ લેવામાં આવી હતી. નિલમબેન સિક્યુરિટી ગાર્ડ અને અન્ય વ્યકિત સાથે મકાનનો કબજો લેવા માટે પહોંચ્યા ત્યારે પતિ હરવિંદર શર્મા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં હરવિંદર શર્માએ બારબોર જેવા વેપન્સથી ફાયરિંગ કરતા નિલમબેન અને ચાવીવાળા રવીને છરા વાગતા ઈજાગ્રસ્ત થયા હતા.વડોદરા શહેરમાં 77 વર્ષીય પણ પર રાયફલથી ફાયરિંગ કરનાર 79 વર્ષીય પતિને આજે માંજલપુર પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટ એ તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી પાસે 55 કારતુસ હતા, આટલી મોટી માત્રામાં કારતુસ તેને કેમ રાખ્યા હતા તે બાબતે પોલીસે તપાસ કરવાની છે.
મહિલાએ પતિ અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી હતી
ફાયરિંગ પહેલાં ગઈકાલે સવારે પત્ની નિલમબેન શર્માએ પતિ હરમિંદર શર્મા સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, હું માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીના A 31 નંબરના મકાનમાં છેલ્લા ચાર માસથી રહું છું અને ઘરકામ કરું છું. આ પહેલાં સન. 1999થી 1008 સુધી આ મકાનમાં રહેતી હતી. તે પછી મારા પતિ અને મારી પુત્ર વધુ અંજલી શર્માએ ઝઘડો કરતા હું મારા પતિના બીજા મકાન A/2 રચના એપાર્ટમેન્ટ તુલસીધામ ચાર રસ્તા પાસે રહેવા ગઈ હતી અને આ મકાનનું બાંધકામ જુનું થઈ ગયું હોવાથી રિડેવલોપમેન્ટમાં જવાની મને જાણ થતા છેલ્લા 4 માસથી હાલના મકાનમાં રહેવા આવી છું.
અમારૂં મકાન બેડરૂમ અને એક હોલવાળું મકાન છે. જેમાં બેઠક રૂમમાં હું રહું છું અને બીજા બે બેડરૂમ છે. જેમાં એક બેડરૂમમાં મારા પતિ હરમિંદર દિનાનાથ શર્મા (ઉ.79) અને બીજા બેડરૂમમાં મારી પુત્રવધુ અજંલી શર્મા રહે છે. મારો પુત્ર ચરણજીત શર્મા તથા પૌત્ર નમન શર્મા તથા પૌત્રી મૌલી શર્મા લંડન ખાતે રહે છે. મેં મારી દેખભાળ માટે ભૂમી કેલાશભાઈ પ્રજાપતિને (રહે. હરણી હનુમાન મંદિરની બાજુમાં, મારૂતિ હાઈટ્સ, વડોદરા) છેલ્લા 3 માસથી રાખી છે.
અમારા મકાનમાં એક રસોડું છે. જેમાં હું તથા મારી પુત્રવધુ અંજલી શર્મા વારા ફરતી જમવાનું બનાવીએ છે. છેલ્લા ત્રણ માસથી મને મારા પતિ અને પુત્રવધુ અંજલી શર્મા સારી રીતે ઘરમાં રહેવા દેતા નથી અને મને મારા ઘરની બહાર કાઢી મુકવાના પ્રયત્નો પણ કરે છે. મારી દરેક હરકતો માટે મારા પતિએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. હું શ્રીજી ધામ સોસાયટી શાંતિકુંજ સોસાયટીમાં રહેવા માંગુ છું.
આજરોજ તા- 2/2/2025ના રોજ હું સવારના મારા ઘરેમાં હાજર હતી અને મેં દેખભાળ માટે રાખેલી ભૂમી કેલાશભાઇ પ્રજાપતિ રસોડામાં કામકાજ કરતી હતી, તે વખતે મારા પતિએ મને કહ્યું હતું કે, બહાર નળમાં પાણી ટપકે છે. તેમ કહેતા હું ધરની બહાર આવેલી ચોકડીમાં નળ બંધ કરતી હતી. તે વખતે સવારના સમયમાં મારા પતિ અને મારી પુત્રવધુ અજંલી શર્માએ ભૂમી પ્રજાપતિને કહ્યું હતું કે, તું ઘરની બહાર નિકળ તેમ કહીં બોલાચાલી કરી મારી પુત્રવધુ અજંલી શર્મા ભૂમી કેલાશભાઇ પ્રજાપતિનો હાથ પકડી ઘરની બહાર કાઢતા અને મારા પતિ તથા પુત્રવધુ અજંલી શર્માએ રસોડાની લોખંડની જાળી બંધ કરવા લાગી હતી.
મેં પણ જાળી પકડી રાખતા મારા પતિએ ધક્કો મારી લોખંડની જાળી બંધ કરી દીધી હતી અને મને ગમે તેમ ગંદી ગાળો બોલી અને મારી સુટકેશ તથા કપડાં ઘરની બહાર નાખી દીધા હતાં અને મને કહ્યું હતું કે, આજ તેરા કામ તમામ કર દેંગે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે પછી મેં પોલીસ કંન્ટ્રોલ રૂમમાં ફોન કરી અત્રે ફરિયાદ આપી છે. જેથી મારા પતિ હરમિંદર દિનાનાથ શર્મા તથા મારી પુત્રવધુ અજંલી શર્મા વિરુધ્ધમાં કાયદેસર થવા ફરિયાદ આપી છે.
આ પણ વાંચો: સુરતમાં 111 કરોડની સાયબર છેતરપિંડી કરવા માટે આપ્યા 623 બેંક ખાતાઓ, ગેંગનો પર્દાફાશ
આ પણ વાંચો: સુરતમાં તબીબ સાથે કરોડોની છેતરપિંડી
આ પણ વાંચો: સુરતમાં કાપડના વેપારી સાથે 72 લાખની છેતરપિંડી

