Surat News/ નાસીરનગર ડિમોલિશન વિવાદમાં પાલિકાનો ખુલાસો: ‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી’

નાસીરનગર ડિમોલિશન (NasirNagar Demolition) વિવાદના 12મા દિવસે સુરત મહાનગરપાલિકાના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા આપી છે. તેમણે ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપોને ફગાવી કાયદેસરની કાર્યવાહીનો દાવો કર્યો છે.

Gujarat Top Stories Surat Breaking News
NasirNagar Demolition:‘ભૂતિયા ડિમોલિશન’ નહીં, કાયદેસરની કાર્યવાહી હતી: સુરત પાલિકાનો દાવો

Surat News: નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશન (NasirNagar Demolition)ને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે સુરત મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીએ પ્રથમ વખત જાહેરમાં આવીને સત્તાવાર સ્પષ્ટતા કરી છે. પાલિકાના એડિશનલ સિટી ઈજનેર આશિષ નાયકે ડિમોલિશનને ‘ભૂતિયા ડિમોલિશન’ ગણાવવાના આરોપોને નકારી કાઢતા જણાવ્યું છે કે સમગ્ર કાર્યવાહી કાયદાકીય પ્રક્રિયા અને નિયમોના પાલન સાથે કરવામાં આવી હતી.

NasirNagar Demolition: માત્ર ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી હતી

આશિષ નાયકના જણાવ્યા અનુસાર, 30 મેના રોજ પાલિકાની ટીમ નાસીરનગર વિસ્તારમાં ડિમાર્કેશન અને જાહેર માર્ગ ખુલ્લો કરવાની કામગીરી માટે પહોંચી હતી. તેમણે દાવો કર્યો કે દરેક પગલું કાયદાકીય જોગવાઈઓ મુજબ લેવામાં આવ્યું હતું અને અગાઉથી પોલીસ તંત્રને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી.તેમણે જણાવ્યું કે ઘટનાને ‘ભૂતિયા ડિમોલિશન’ (NasirNagar Demolition) તરીકે રજૂ કરવી તથ્યોથી દૂર છે અને તેનાથી લોકોમાં ગેરસમજ ફેલાઈ રહી છે.

પહેલા શું કહ્યું જુઓ 

મીડિયા રિપોર્ટિંગ પર પણ સવાલ

એડિશનલ સિટી ઈજનેરે કેટલાક મીડિયા અહેવાલો પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમના કહેવા મુજબ સમગ્ર ઘટનાને એકતરફી રીતે રજૂ કરવામાં આવી રહી છે, જેના કારણે પાલિકાની છબી પર નકારાત્મક અસર પડી રહી છે.તેમણે જણાવ્યું કે આ પ્રકારની ચર્ચાઓને કારણે વ્યક્તિગત રીતે પણ તેમને માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે શું કહ્યું જુઓ 

12 દિવસ બાદ કેમ આવ્યો ખુલાસો?

આ મામલે સૌથી મોટો સવાલ એ પણ ઉભો થયો છે કે ઘટના બાદ લગભગ 12 દિવસ સુધી પાલિકા તરફથી કોઈ સ્પષ્ટ સત્તાવાર નિવેદન કેમ આવ્યું નહીં? વિવાદ વધ્યા બાદ જ અધિકારી જાહેરમાં આવ્યા હોવાના કારણે સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

તપાસ કમિટીને સહયોગની ખાતરી

આશિષ નાયકે જણાવ્યું કે સમગ્ર મામલાની તપાસ માટે રચાયેલી કમિટીને પાલિકા પ્રશાસન સંપૂર્ણ સહયોગ આપી રહ્યું છે. તેમણે લોકોને અપીલ કરી કે તપાસ રિપોર્ટ જાહેર થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની ભ્રામક માહિતી સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમોમાં પ્રસારિત ન કરવામાં આવે.

શું છે સમગ્ર વિવાદ?

નાસીરનગર વિસ્તાર (NasirNagar Demolition)માં થયેલી કાર્યવાહી બાદ 100થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યાની અને અનેક પરિવારો પ્રભાવિત થયાની ચર્ચા સામે આવી હતી. આ દરમિયાન કાર્યવાહી કોણે કરી, તેની જવાબદારી કોની હતી અને તંત્રની ભૂમિકા શું હતી તે મુદ્દે ભારે ગૂંચવણ સર્જાઈ હતી.ઘટનાસ્થળે ભારે હોબાળો, વિરોધ અને રાજકીય આક્ષેપો વચ્ચે આ મુદ્દો શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

NasirNagar Demolition:હવે નજર તપાસ કમિટીના રિપોર્ટ પર

હાલ સમગ્ર મામલામાં તપાસ કમિટીની કામગીરી ચાલી રહી છે. હવે લોકોની નજર કમિટીના અંતિમ રિપોર્ટ પર છે, જેનાથી સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.


આ પણ વાંચો:સુરતના નાસીરનગરમાં ડિમોલિશનમાં પારસીબાનુના મનપા પરના આક્ષેપથી વિવાદ

આ પણ વાંચો:સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક: બિલ્ડરની કાર પર ‘MLA ગુજરાત’ પ્લેટથી ઉઠ્યા સવાલો

આ પણ વાંચો:સુરતમાં ચોંકાવનારું ‘નકલી ડિમોલિશન’, પાલિકા વગર મકાનો કોણે તોડ્યા?