નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેની સાથે વળતરની જાહેરાત પણ કરી છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના….
ગુજરાતના દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલ જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યા છે એ સૌ પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર દિવંગત આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રાર્થના….
ૐ શાંતિ….॥
— Narendra Modi (@narendramodi) September 13, 2024
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબવાની ઘટનાના પીડિતો માટે અનુગ્રહ રકમની જાહેરાત કરી છે. દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે તથા ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the drowning incident in Dehgam, Gujarat. The injured would be given Rs. 50,000. https://t.co/Egvnq7Vlnr
— PMO India (@PMOIndia) September 14, 2024
પ્રધાનમંત્રી કાર્યાલયએ X પર પોસ્ટ કરવામાં આવ્યું;
“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના દહેગામમાં ડૂબી જવાની ઘટનામાં દરેક મૃતકના સંબંધીઓ માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની અનુગ્રહ રકમની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.” દહેગામના વાસણા સોગઠી ગામમાં 8 લોકોની અંતિમ વિધિમાં સમગ્ર ગામ જોડાયું હતું. 8 લોકોના મોત નીપજતા ગામમાં માતમનો માહોલ છે. સાંસદ હસમુખ પટેલે મૃતકના પરિજનો સાથે મુલાકાત કરી. સાંસદ હસમુખ પટેલે મૃતકના પરિજનોને સાંત્વના આપી અને સરકાર તરફથી શક્ય તેટલી તમામ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું. સાંસદ હસમુખ પટેલે કહ્યું, ગુજરાત સરકાર સાથે સહાય માટે વાતચીત કરીશું, અને મૃતકના પરિજનોને મુખ્યમંત્રી ફંડમાંથી સહાય મળી રહે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે..
ગાંધીનગરના દહેગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ અને ફાયરવિભાગે નદીમાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જેમાં બે સગા ભાઈના મોત થતા પરિવાર પર આભ તૂંટી પડ્યું હતું. શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા હતા. જેમાંથી 8 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ ચાલું છે. ગુજરાત સરકાર પણ વળતરની જાહેરાત કરે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: પાટણમાં ગણપતિ વિસર્જનમાં પ્રજાપતિ પરિવારના ચાર સભ્યો સરસ્વતી નદીમાં ડૂબ્યાં
આ પણ વાંચો: રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત ડૂબ્યાં, છએ જીવ ગુમાવ્યો
આ પણ વાંચો: રક્ષાબંધને ઉભરાટના દરિયામાં ત્રણ ડૂબ્યાં
