Gandhinagar News/ રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત ડૂબ્યાં, છએ જીવ ગુમાવ્યો

ગુજરાતમાં વરસાદે રવિવારે રજા લીધી, પણ દુર્ઘટનાઓએ તો રીતસરની રજા નહીં મજા લીધી છે. રાજ્યમાં એક જ દિવસમાં વિવિધ ઘટનાઓમાં સાત જણા ડૂબ્યા હતા, તેમા સદનસીબે એકનો બચાવ થયો હતો અને બાકી બધાએ જીવ ગુમાવ્યા હતા.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Beginners guide to 22 4 રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત ડૂબ્યાં, છએ જીવ ગુમાવ્યો

Gandhinagar News: ગુજરાતમાં વરસાદે રવિવારે રજા લીધી, પણ દુર્ઘટનાઓએ તો રીતસરની રજા નહીં મજા લીધી છે. રાજ્યમાં એક જ દિવસમાં વિવિધ ઘટનાઓમાં સાત જણા ડૂબ્યા હતા, તેમા સદનસીબે એકનો બચાવ થયો હતો અને બાકી બધાએ જીવ ગુમાવ્યા હતા.

મધ્ય ગુજરાતમાં કાલોલના બાકરોલમાં કરાડ નદીના કોઝવે પર બે કિશોર તણાયા હતા. તેઓ કોઝવે પસાર કરી રહ્યા હતા ત્યારે તેમનો પગ લપસી જતાં તેઓ તણાયા હતા. 15 વર્ષીય કિશોર કરસન ભરવાડ હજી પણ લાપતા છે. આ ઘટનાની જાણકારી મળતા જ મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ ડૂબેલા કિશોરની શોધખોળ આદરી છે.

Beginners guide to 19 1 રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત ડૂબ્યાં, છએ જીવ ગુમાવ્યો

અન્ય એક ઘટનામાં અરવલ્લીમાં યુવક ડૂબ્યો હતો. અરવલ્લીમાં બાયડ નજીક વાત્રકમાં યુવક ડૂબ્યો હતો. અકોટિયા ગામનો યુવક ડૂબ્યો હતો. યુવક નદીના વહેણમાં તણાઈ ગયો હતો. નદીના વહેણને શાંત વહેણ સમજી બેઠો હતો, પરંતુ તેના અંડર કરંટને સમજવામાં નિષ્ફળ ગયો હતો, તેના લીધે તે તણાઈ ગયો હતો અને ડૂબ્યો હતો.

Beginners guide to 20 4 રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત ડૂબ્યાં, છએ જીવ ગુમાવ્યો

જૂનાગઢના મેંદરડામાં જામકા નજીક રીક્ષા નદીમાં ખાબકતા બે ડૂબ્યા હતા. પાણખાણ નદીમાં રીક્ષા ખાબકી હતી. ગઇકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. તેના મૃતદેહ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.

Beginners guide to 18 રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત ડૂબ્યાં, છએ જીવ ગુમાવ્યો

અમરેલીમાં દુર્ઘટનાઓ અટકવાનું નામ લેતી લાગતી નથી. અમરેલીમાં સતત બીજા દિવસે કિશોર તળાવમાં ડૂબ્યો છે. લાલાવદરની બાજુમાં આવેલા તળાવમાં કિશોર ડૂબ્યો હતો. 11 વર્ષીય કિશોર ડૂબવાના લીધે મૃત્યુ પામ્યો હતો. કિશોરડૂબવાની માહિતી મળતા સરપંચ સહિતના ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા કરવામાં આવ્યા છે. કિશોરના મૃતદેહને સિવિલમાં પોસ્ટમોર્ટમઅર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીમાં સળંગ બીજા દિવસે તળાવમાં કિશોરના ડૂબવાની ઘટના બનતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

Beginners guide to 21 4 રાજ્યમાં વિવિધ દુર્ઘટનાઓમાં સાત ડૂબ્યાં, છએ જીવ ગુમાવ્યો

આટલું ઓછું હોય તેમ રાજકોટની વીંછીયામાં ભાદર નદીમાં યુવક ડૂબ્યો હતો. ભાદર નદીમાં ન્હાવા ગયેલો યુવક ડૂબ્યો હતો. નદીના પામીમાં ડૂતા યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. સ્થાનિક તરવૈયાઓએ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે.  મૃતદેહ ને શોધવા માટે સ્થાનિક ગામના 10 જેટલા તરવૈયા એ 10 થી પંદર મિનિટ સુધી પાણીમાં મૃતદેહ શોધ્યા બાદ મળ્યો હતો. પી.એમ માટે મૃતદેહ ને 108 ની મદદથી વીંછીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વીંછીયામાં 40 વર્ષના ડોક્ટર ભરત મિસ્ત્રી નાના માત્રા ગામની ભાદર નંદીમાં  ડૂબી જતાં મૃત્યુ પામ્યા છે. હોમિયોપેથી ડોક્ટર ભરત મિસ્ત્રી મિત્રો સર્કલ સાથે 5 કપલ,નાના માત્રા ભાદર નંદીમાં નાવા માટે ગયા હતા કુલ 10 લોકો હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રક્ષાબંધને ઉભરાટના દરિયામાં ત્રણ ડૂબ્યાં

આ પણ વાંચો: દશામાનું વિસર્જન કરવાં જતાં પાંચ શ્રદ્ધાળુઓ સાબરમતીમાં ડૂબ્યાં, ત્રણના મૃતદેહ મળ્યાં

આ પણ વાંચો: ગુજરાતમાં 2022માં 1,959 લોકો ડૂબ્યાં: NCRB