ફરી એકવાર વરસાદી વિધ્ન ગુજરાત પર મંડરાવાનાં માઠા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ફરી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દિવાળીનાં તહેવાર અને ખાસ કરીને ખેતરમાં જ્યારે પાકી મોલાત પડી હોય તેવા સમયે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોનાં જીવ તાડવે ચોંટી ગયા છે.
દિવાળીના તહેવારોમાં વરસાદ આવે તેવા એંધાણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડા સાથે આવી શકે છે. અરબી સમુદ્રમાં નવી લો-પ્રેસર સિસ્ટમ આકાર લેતા હવામાન ખાતા દ્વારા આ આગાહી જાહેર કરવામાં આવી છે. ગીર સોંમનાથ, અમરેલી, પોરબંદર, જામનગર, કચ્છ, દ્રારકા વિગેરે સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારો સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ વરસે તેવી સંભાવનાં હવામાન ખાતા દ્વારા જોવામાં આવી રહી છે.
દિવાળીનાં તહેવારમાં અને ખાસ કરીને ખેતરમાં જ્યારે પાકી મોલાત પડી હોય તેવા સમયે કમોસમી વરસાદ આવશે તો ખેડૂતોના પાકને ભારે નુકશાન થવાની ભીતી જવામાં આવી રહી છે. તો સાથે સાથે ખેતરોમાં ઉભી મોલાકને પણ વ્યાપક નુકશાન થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
