Junagadh News: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર આવેલા હનુમાનધારા મંદિર (Girnar Hanumandhara Temple) સાથે સંકળાયેલા બે ભાઈઓનો દારૂ પીતા હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં વિશાલ અગ્રાવત અને તેમના ભાઈ હિરેન અગ્રાવત જોવા મળે છે. વીડિયો સામે આવ્યા બાદ ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા લોકો સામે સવાલો ઉઠતાં જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસે બંનેને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી.
બીજી તરફ, બંને ભાઈઓએ વીડિયોને લઈને અલગ દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે વીડિયો જૂનો છે અને તેમને ફસાવવા તેમજ હનુમાનધારા મંદિર (Girnar Hanumandhara Temple)ને બદનામ કરવા માટે તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. જોકે, આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
વીડિયોમાં શું જોવા મળે છે?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વિશાલ અગ્રાવત ગ્લાસ સાથે બેઠેલા જોવા મળે છે, જ્યારે વીડિયો બનાવનાર વ્યક્તિને રોકતા હોવાનું દેખાય છે. બીજી તરફ હિરેન અગ્રાવત મોઢામાં દારૂની બોટલ રાખીને ડાન્સ કરતા હોવાનું વીડિયોમાં દેખાય છે. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ખાસ કરીને ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલા વ્યક્તિઓનો વીડિયો હોવાના દાવાને કારણે ભક્તો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
પોલીસે બંને ભાઈઓને અટકાવ્યા
વીડિયો સામે આવ્યા બાદ જૂનાગઢ ‘એ’ ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ઉપરકોટ નજીક રામજી મંદિરના ડેલામાં રહેતા વિશાલ અને હિરેન અગ્રાવતને તેમના નિવાસસ્થાનેથી પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી હતી. હાલ સમગ્ર મામલે વીડિયો ક્યારેનો છે, તેમાં દેખાતા લોકોની ઓળખ અને વીડિયાની હકીકત સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
વિશાલ Girnar Hanumandhara Templeનો વહીવટ સંભાળે છે
મળતી માહિતી પ્રમાણે વિશાલ અગ્રાવત હનુમાનધારા મંદિર (Girnar Hanumandhara Temple) સાથે સેવા અને વ્યવસ્થાના કામ સાથે જોડાયેલા છે. તેમના જણાવ્યા મુજબ તેઓ પૂજારી નથી, પરંતુ મંદિર માટે જીવનજરૂરી સામાન અને કરિયાણું ગિરનાર પર પહોંચાડવા માટે મજૂરોની વ્યવસ્થા સહિતનો વહીવટ સંભાળે છે. બંને ભાઈઓ રામજી મંદિરના મહંત શ્રેયાસદાસ બાપુના કૌટુંબિક ભાઈઓ હોવાનું પણ સામે આવ્યું છે.
કાકાનો દાવો: ‘ભત્રીજાઓને ફસાવવા વીડિયો બનાવાયો’
વિશાલ અને હિરેનના કાકા રજનીકાંત અગ્રાવતે સમગ્ર ઘટનાને કાવતરું ગણાવ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે વાયરલ વીડિયો મંદિરની બહાર ગેટ પાસે આવેલી એક પેશકદમીવાળી રૂમનો છે. તેમનો દાવો છે કે તે સમયે અન્ય લોકો દારૂ પીતા હતા અને તેમના ભત્રીજાને ત્યાં બેસાડવામાં આવ્યો હતો. વીડિયો બનાવવાની ના પાડવા છતાં તેમનો વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. રજનીકાંત અગ્રાવતે વધુમાં જણાવ્યું કે, તેઓએ વિસ્તારમાં દારૂનું વેચાણ અને સેવન અટકાવવા તેમજ પેશકદમીવાળી રૂમ દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. આ કારણે તેમના પરિવારને નિશાન બનાવીને વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
હિરેનનો દાવો: ‘બોટલ હાથમાં રખાવી વીડિયો બનાવ્યો’
હિરેન અગ્રાવતે પોતાના બચાવમાં કહ્યું કે વીડિયો એક-બે વર્ષ જૂનો છે અને સાતમ-આઠમના સમયનો છે. તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક લોકોએ તેમને દારૂની બોટલ હાથમાં રખાવીને વીડિયો બનાવ્યો હતો. હિરેનનો દાવો છે કે તેઓ દારૂ પીતા નથી અને વિસ્તારમાં દારૂના વેચાણ સાથે જોડાયેલા કેટલાક લોકો સાથેના વિવાદને કારણે તેમને ફસાવવામાં આવ્યા છે.
વિશાલનો દાવો: ‘વીડિયો 8-10 વર્ષ જૂનો’
વિશાલ અગ્રાવતે પણ વીડિયો અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે તેઓ તે સમયે ગિરનાર પર મજૂરો નક્કી કરવા માટે ગયા હતા. મંદિર (Girnar Hanumandhara Temple) માટે જરૂરી સામાન અને કરિયાણું ગિરનાર પર પહોંચાડવા માટે મજૂરો સાથે વાતચીત દરમિયાન તેમનો વીડિયો બનાવવામાં આવ્યો હતો.
વિશાલે વીડિયોને ખોટો ગણાવીને કહ્યું કે તેમને બદનામ કરવાના હેતુથી જૂનો વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. તેમણે વીડિયો એક-બે વર્ષ નહીં પરંતુ આશરે 8થી 10 વર્ષ જૂનો હોવાનો દાવો કર્યો છે. તેમણે દારૂ અથવા બિયરનું સેવન કરતા હોવાનો પણ ઇનકાર કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે તેઓ હનુમાનધારા મંદિર (Girnar Hanumandhara Temple)ના પૂજારી નથી, પરંતુ મંદિર (Girnar Hanumandhara Temple)ની સેવા, સામાનની હેરફેર અને મજૂરોની વ્યવસ્થા સહિતનો વહીવટ સંભાળે છે.
વીડિયો જૂનો કે નવો? તપાસ બાદ જ થશે સ્પષ્ટ
આ સમગ્ર મામલામાં સૌથી મહત્વનો સવાલ વાયરલ વીડિયાની ઉંમર અને તેની પાછળની હકીકતનો છે. બંને ભાઈઓ તેને જૂનો વીડિયો ગણાવી રહ્યા છે, જોકે બંનેના દાવામાં વીડિયાની ઉંમર અંગે અલગ-અલગ વિગતો સામે આવી છે. પોલીસ તપાસમાં વીડિયો ક્યારે બનાવાયો હતો, તેમાં ખરેખર શું થઈ રહ્યું હતું અને તેને સોશિયલ મીડિયામાં કયા સંજોગોમાં વાયરલ કરવામાં આવ્યો તે અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે. હાલમાં વીડિયો અંગે કરવામાં આવેલા આરોપો અને બચાવના દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. તેથી તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.
ધાર્મિક સ્થળની પ્રતિષ્ઠાને લઈને સવાલો
ગિરનાર ગુજરાતના મહત્વપૂર્ણ ધાર્મિક અને આસ્થાના સ્થળોમાંનું એક છે. આવા સ્થળ સાથે સંકળાયેલા વ્યક્તિઓનો કથિત વીડિયો વાયરલ થવાથી મંદિર (Girnar Hanumandhara Temple)ની વ્યવસ્થા અને પ્રતિષ્ઠાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. હવે પોલીસ તપાસ અને વીડિયોની હકીકત સામે આવ્યા બાદ જ નક્કી થશે કે વાયરલ વીડિયોમાં કરાયેલા દાવાઓ કેટલા સાચા છે અને બંને ભાઈઓ દ્વારા કરવામાં આવેલા આરોપોમાં કેટલું તથ્ય છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં ભવનાથ મંદિર વિવાદ, બે સાધુઓની આત્મવિલોપનની ચીમકી
આ પણ વાંચો:જૂનાગઢમાં ભવનાથ મંદિર ફરીથી વિવાદમાઃ બે સંતોએ મહંત બનવા અરજી કરી
આ પણ વાંચો:જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જેકે સ્વામીની CID ક્રાઈમે કરી ધરપકડ
