Vadodara News/ હવે તો હદ થઈ ગઈ! વડોદરામાં મહાકાળી અને ભાથીજી મંદિરમાં ચોરી, CCTVમાં તસ્કરો કેદ

વડોદરાના (Vadodara) છાણી વિસ્તારમાં તસ્કરોએ મહાકાળી માતાની તલવાર-પાદુકા અને ભાથીજી મંદિરની દાનપેટી ચોરી લીધી. 3 તસ્કરો CCTVમાં કેદ થયા છે. જુઓ વિગત.

Gujarat Top Stories Vadodara
Vadodara Temple Theft CCTV

Vadodara Temple Theft CCTV: કહેવાય છે કે ‘ઈશ્વર બધું જુએ છે’, પણ કળિયુગમાં તસ્કરોને હવે ભગવાનનો પણ ડર રહ્યો નથી. વડોદરાના છાણી વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે સાબિત કરે છે કે હવે મંદિરો પણ સુરક્ષિત નથી. ત્રણ બુકાનીધારી તસ્કરોએ મહાકાળી માતા અને ભાથીજી મહારાજના મંદિરને નિશાન બનાવી માતાજીના આભૂષણો, તલવાર અને દાનપેટીની ચોરી કરી તરખાટ મચાવ્યો છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Vadodara Temple Theft CCTV

પૂજા કરવા ગયા ત્યારે ચોરીનો ભાંડો ફૂટ્યો

વડોદરા મહાનગરપાલિકામાં નોકરી કરતા અને છાણી ગામમાં રહેતા એક રહેવાશીના જણાવ્યા મુજબ, તેમના પિતા શાંતિલાલ પરમાર છેલ્લા 30 વર્ષથી નિયમિતપણે ભાથીજી મંદિરમાં સેવા-પૂજા કરે છે. 24 ફેબ્રુઆરીની વહેલી સવારે આશરે 4 વાગ્યે તેઓ જ્યારે મંદિરે પહોંચ્યા ત્યારે જોયું તો મંદિરના તાળા તૂટેલા હતા અને સામાન વેરવિખેર હતો.

Vadodara : ભાથીજી મંદિરમાંથી દાનપેટી ગાયબ

તસ્કરોએ સૌથી પહેલા ભાથીજી મહારાજના મંદિરનું લોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાં મુકેલી દાનપેટી તેઓ ઉઠાવી ગયા હતા, જેમાં આશરે 10,000 રૂપિયા જેટલી રોકડ રકમ હોવાનો અંદાજ છે.

Vadodara Temple Theft CCTV

મહાકાળી મંદિરમાંથી તલવાર અને ચરણ પાદુકાની ચોરી

બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ત્યાંથી તેઓએ માતાજીની 20 વર્ષ જૂની લોખંડની તલવાર અને પિત્તળની ચરણ પાદુકાની ચોરી કરી હતી. જોકે, મહાકાળી મંદિરની દાનપેટી તોડવાનો તેમણે ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તૂટી ન હોવાથી તેમાં રહેલી રોકડ બચી ગઈ હતી.

ત્રણ બુકાનીધારી તસ્કરો CCTVમાં કેદ

મંદિરમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતા ત્રણ અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધીને મંદિર પરિસરમાં પ્રવેશતા અને ચોરી કરતા સ્પષ્ટ નજરે પડ્યા હતા. એક જ રાતમાં આસપાસના અન્ય વિસ્તારોમાં પણ ચોરીના બનાવો બન્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ છાણી પોલીસે CCTV ફૂટેજના આધારે ત્રણેય તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો:અમદાવાદમાં 31st પૂર્વે પોલીસના નાક નીચે જ ડ્રગ્સ અને રૂપલલનાઓ બિન્દાસ્ત!

આ પણ વાંચો:40 કરોડના ડ્રગ્સ કેસ માં ગુજરાત કનેક્શનની તપાસ

આ પણ વાંચો:સુરતમાં રાંદેર પોલીસે 5.21 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું