Surat News/ સુરતમાં રાંદેર પોલીસે 5.21 ગ્રામ MD ડ્રગ્સ કબ્જે કર્યું

રાંદેર પોલીસે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડી એક ડ્રાઈવર તરીકે કામ કરતા યુવક પાસેથી 5.21 ગ્રામ MD ડ્રગ્સ તથા 5.53 ગ્રામ બ્રાઉન હેરોઈન મળી કુલ રૂ. 1 લાખથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News:સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ડ્રગ્સના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાંદેર પોલીસે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડી એક ડ્રાઈવર તરીકે કામ કરતા યુવક પાસેથી 5.21 ગ્રામ MD ડ્રગ્સ તથા 5.53 ગ્રામ બ્રાઉન હેરોઈન મળી કુલ રૂ. 1 લાખથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આરોપીની પૂછપરછમાં મુંબઈથી (Mumbai) ડ્રગ્સની હેરાફેરી કરનારા બે પેડલરોના નામ પણ સામે આવ્યા છે.રાંદેર પોલીસને (Police) બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં રહેતો એક યુવક ડ્રાઈવરની નોકરીની આડમાં ડ્રગ્સનો વેપાર કરે છે અને તેના ઘરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ છુપાવી રાખ્યું છે.

આરોપી ઘરમાં ડ્રગ્સ અને બ્રાઉન હેરોઈન રાખતો

આ માહિતીના આધારે પોલીસે આરોપી મનીષ રૂપાણીને ઝડપી લીધો હતો.ઘરની તલાશી લેતાં પોલીસને 5.21 ગ્રામ MD ડ્રગ્સ તથા 5.53 ગ્રામ બ્રાઉન હેરોઈન મળી આવ્યું હતું, જે ઘરના વિવિધ ભાગોમાં છુપાવી રાખવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 1.05 લાખથી વધુ હોવાનું અંદાજવામાં આવે છે.

રોજગારીની કમાઈમાં ડ્રગ્સના કારોબાર કરતો

પોલીસે આરોપી મનીષ રૂપાણીની કડક પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તે ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે અને નોકરીની કમાણી ઉપરાંત ડ્રગ્સના વેચાણમાંથી વધારાની આવક મેળવે છે. તેણે વધુમાં જણાવ્યું કે તે મુંબઈના રીઝવાન અને જુનેદ નામના બે પેડલરો પાસેથી આ ડ્રગ્સ લાવીને સુરતમાં વેચતો હતો.રાંદેર પોલીસે આરોપી મનીષ રૂપાણી સામે NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને અમલી અટકાયતમાં લીધો છે. તેમજ મુંબઈના રીઝવાન અને જુનેદની શોધખોળ તથા વધુ ડ્રગ્સના જથ્થાની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું સંયુક્ત ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો પકડી સુરતના વ્યક્તિની ધરપકડ કરી

આ પણ વાંચો:સુરતમાં નશાનો વેપાર કરતો આરોપી ઝડપાયો,પોલીસથી બચવા દરગાહમાં રહેતો

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો