Surat News/ સુરતની ગોડાદરાની હોટેલમાંથી રૂ 2.53 લાખના MD ડ્રગ્સ સાથે બે લોકો ઝડપાયા

સુરત પોલીસ SOG ને ગોદાદરા વિસ્તારની એક હોટલમાં ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.આ માહિતીના આધારે કાર્યવાહી કરતા,પોલીસે તાત્કાલિક હોટલ પર દરોડો પાડ્યો હતો.

Top Stories Gujarat Surat Breaking News

Surat News :પોલીસે સુરતના ગોદાદરા વિસ્તારની એક હોટલમાંથી ₹2.53 લાખના MD ડ્રગ્સ જપ્ત કર્યા. આ કાર્યવાહીમાં રાજસ્થાનના પાલીના બે ડ્રગ્સ દાણચોરો, આકિબ અને દિનેશની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ ડ્રગ્સ વેચવાના ઇરાદાથી સુરત આવ્યા હતા. પોલીસે આ ઓપરેશનના માસ્ટરમાઇન્ડ રવિ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો છે, પરંતુ તે હાલમાં ફરાર છે.

રાજસ્થાનના પાલીથી બે પેડલર ડ્રગ્સ વેચવા આવ્યા હતા

સુરત પોલીસ SOGને ગોદાદરા વિસ્તારની એક હોટલમાં ડ્રગ્સનો (MD Drugs) વેપાર થઈ રહ્યો હોવાની બાતમી મળી હતી.આ માહિતીના આધારે કાર્યવાહી કરતા,પોલીસે તાત્કાલિક હોટલ (Hotel) પર દરોડો પાડ્યો અને 25.3 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે કિંમત ₹2.53 લાખ છે. દરોડા દરમિયાન, રાજસ્થાનના પાલીના રહેવાસી, આકિબ અને દિનેશ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રગ્સ વેચનાર પાલીના રવિ બિશ્નોઇને વોન્ટેડ જાહેર કર્યો

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આકિબ અને દિનેશ રાજસ્થાનના પાલીથી સુરતમાં ડ્રગ્સનો મોટો જથ્થો લાવ્યા હતા. તેઓ રવિ બિશ્નોઈ નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા ડ્રગ નેટવર્કનો ભાગ છે. રવિ બિશ્નોઈ આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે, અને પોલીસે તેના માટે વોન્ટેડ નોટિસ જારી કરી છે. પોલીસને એવી પણ શંકા છે કે આરોપીઓ સુરતમાં ડ્રગ્સ વેચવા માટે ચોક્કસ ગ્રાહકોના સંપર્કમાં છે. પોલીસ હાલમાં આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ખાસ કરીને, સુરતમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ કોણ અને કયા હેતુથી વેચવા જઈ રહ્યું હતું તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

અગાઉ સુરત (Surat) શહેરમાં ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) એક મોટા ડ્રગ રેકેટ (Drug Racket)નો પર્દાફાશ કરી વોન્ટેડ આરોપી યશ બૂટલેગરની લાજપોર ગામમાંથી ગાંજો મંગાવતા બાતમી અને લોકેશનનાં આધારે ધરપકડ કરી હતી, જે થાઈલેન્ડથી ‘હાઇબ્રિડ ગાંજો’ આયાત (Import) કરીને સુરતમાં સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યો હતો. આ સમગ્ર સોદો સ્નેપચેટ પર ગાયબ થઈ રહેલા સંદેશાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આરોપીઓ ગાંજો લઈને સુરતમાં પ્રવેશી રહ્યા હતા અને જ્યારે પોલીસે આરોપીઓને પકડીને વાહનની તપાસ કરી ત્યારે તેમાંથી 1.33 કિલો હાઇબ્રિડ ગાંજો (Hybrid Drugs) મળી આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ક્રાઈમ બ્રાન્ચ અને DRIનું સંયુક્ત ઓપરેશન, ડ્રગ્સનો જથ્થો પકડી સુરતના વ્યક્તિની ધરપકડ કરી

આ પણ વાંચો:સુરતમાં નશાનો વેપાર કરતો આરોપી ઝડપાયો,પોલીસથી બચવા દરગાહમાં રહેતો

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ પેડલર યશ રાઠોડને લાખો રૂપિયાના ગાંજા સાથે ઝડપ્યો