ગુજરાત : આજથી રાજયભરની શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં 35 દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓ માટે શાળાઓના દરવાજા ખુલ્યા છે. નવા સત્રના પ્રારંભને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. રાજ્યમાં 54 હજારથી વધુ શાળાઓ છે. રાજયભરની શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ સાથે કેટલીક બાબતોમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે સ્કુલવર્ધીને લઈને RTO એક્સન મોડમાં છે.
RTO એકશન મોડમાં
ઉનાળું વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરની શાળાઓમાં નવા સત્રનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે સ્કુલવાન અને રીક્ષા ભાડામાં થયેલ વધારાએ વાલીઓની ચિંતા વધારી છે. નવા શૈક્ષણિક સત્રમાં અનેક બદલાવ જોવા મળ્યા છે. સ્કુલવર્ધીને લઈને RTOએ નિયમોમાં બદલાવ કર્યા છે. RTO નિયમ મુજબ સ્કુલવર્ધીમાં CNG કિટ પર પાટિયુ હશે તેવી રિક્ષા અને વાનને ડિટેઈન કરાશે. રીક્ષામાં 6 અને વાનમાં 12 બાળકો જ બેસાડી શકાશે. રિક્ષા ચાલકની બાજુમાં કોઈ બાળકને બેસાડવામાં આવશે નહી. જો રિક્ષાચાલક તેમ કરતા પકડાશે તો દંડની સાથે વાહન ડીટેઈન કરવામાં આવશે. આ ઉપરાંત સ્કુલવર્ધીમાં ફરતી વાનની સ્પીડ પર પણ નિયંત્રણ કરાયુ છે. તેમજ શાળાઓમાં કરાતી સ્કુલવર્ધીમાં સ્કૂલ કેમ્પસની અંદર બાળકોને પીકઅપ અને ડ્રોપ કરવાના રહેશે. RTOએ સ્કુલવર્ધીમાં માટે સૌથી વધુ મહત્વના નિયમ મુજબ વાન ચાલક અથવા રિક્ષા ચાલકે ફિટનેસ સર્ટિફિકેટ ફરજીયાત આપવાનું રહેશે. વર્ધી દરમ્યાન ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતા પકડાશે તો દંડ કરાશે. રજિસ્ટ્રેશન વગરની સ્કૂલવાન સામે તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાશે.
અગ્નિકાંડના પડઘા
જણાવી દઈએ કે આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. માત્ર અમદાવાદ શહેરમાં 15 હજારથી વધુ સ્કૂલવાન છે. નવા સત્રના પ્રારંભ સાથે બાળકોની સુરક્ષાને લઈને RTO દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. RTOના ચોપડે માત્ર 800 સ્કૂલવાન જ નોંધાયેલી છે. અને રજીસ્ટ્રેશન વગરની સ્કુલવાન સામે હવે તંત્રએ લાલ આંખ કરતા કાયદાકીય પગલાં લેવાની ચીમકી આપી છે. કહેવાય છે કે રાજકોટ અગ્નિકાંડના પડઘાં રાજ્યભરમાં પડી રહ્યા છે. અગ્નિકાંડ બાદ જાહેર સુરક્ષાનો મુદ્દો વધુ તીવ્ર બન્યો છે. જેના બાદ પ્રશાસન દ્વારા આ બાબતને ગંભીરપણે ધ્યાનમાં લેતા અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં
આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ
આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં
