Not Set/ નિરવ મોદી હોંગકોંગમાં છુપાયો છે: ED

મુંબઇ દેશના બેંકિંગને હચમાચાવી મુકનાર પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નિરવ મોદી વિદેશમાં ફરાર થઇ ગયો છે. આ કેસની તપાસ કરી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ કહે છે કે નિરવ મોદી હોંગકોંગમાં છૂપાયો છે. સ્પેશ્યલ પ્રિવેન્શન ઓફ મની લોંડ્રિંગ એક્ટ કોર્ટમાં ઇડીના વકીલે કહ્યું કે નીરવ હોંગકોંગમાં હોવાનું તપાસ એજન્સી માની રહી છે. ઇડીના એક સીનીયર […]

Top Stories

મુંબઇ

દેશના બેંકિંગને હચમાચાવી મુકનાર પંજાબ નેશનલ બેંક કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નિરવ મોદી વિદેશમાં ફરાર થઇ ગયો છે. આ કેસની તપાસ કરી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ કહે છે કે નિરવ મોદી હોંગકોંગમાં છૂપાયો છે. સ્પેશ્યલ પ્રિવેન્શન ઓફ મની લોંડ્રિંગ એક્ટ કોર્ટમાં ઇડીના વકીલે કહ્યું કે નીરવ હોંગકોંગમાં હોવાનું તપાસ એજન્સી માની રહી છે. ઇડીના એક સીનીયર ઓફિસરે પણ મીડીયા સાથેની વાતમાં જણાવ્યું કે તેમની જાણકારી પ્રમાણે નીરવ મોદી હોંગકોંગમાં છે.

નીરવ મોદી અને મેહુલ ચોક્સી તપાસ એજન્સીઓ સામે ન આવતા હોવાનું કહેતા સ્પેશ્યલ જજ એમ.એસ. આઝમીએ બંને વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરી દીધું હતું. પીએમએલએલ સ્પેશીયલ કોર્ટના જજ એમએસ આઝમીએ નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બીનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું હતું.

ઇડી વતી તેમના વકિલ હિતેન વેનેગાંવકરે કોર્ટને જણાવ્યું હતું કે, નીરવ અને મેહુલને અવારનવાર સમન્સ આપ્યા પછી પણ તેઓ હાજર નથી થઇ રહ્યાં. અમારી જાણકારી પ્રમાણે નિરવ મોદી હોંગકોંગમાં હોઇ શકે છે.

જો કે હવે કોર્ટ દ્રારા નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરાવીને ઇડી નીરવ અને મેહુલને ભારત લાવવાની કોશિષ કરી રહ્યાં છે.

ઇડીના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, અમારી પાસે એવા રિપોર્ટ્સ છે કે જે કહે છે કે નીરવ હોંગકોંગમાં જ છે. હવે બંને વિરુદ્ધ બિન જામીન પાત્ર વૉરંટ હોવાથી નીરવ અને મેહુલ બંનેને ભારત પરત લાવવા તપાસ એજન્સીઓ માટે સહેલું બનશે. ઉલ્લેખનયી છે કે, 15 ફેબ્રુઆરીના રોજ ફરીયાદ કરીને EDએ મની લોંડ્રિંગ મામલે પોતાની તપાસ શરુ કરી હતી.